સ્ટોરી : પત્રકાર પ્રફુલ પરીખ
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. તુષાર પટેલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પી.આર.ઓ પ્રિતિશ મહેતા અને જનરલ સેક્રેટરી પ્રકાશ પરમાર પત્રકાર પરિષદમાં હાજર
વિશ્વ વિખ્યાત હૃદયરોગ નિષ્ણાંત ડૉ. તેજસ પટેલ , ડૉ. સમીર દાણી અને ડૉ. ચિરાગ દોશી લીન્ક , ઈ–મેઈલ એડ્રેસ અને QR CODE SCAN દ્વારા યુવાનો સાથે સીધો સંવાદ કરશે : અજય પટેલ
યુવાનો તથા બાળકોમાં હૃદયરોગને લગતી સમસ્યામાં ગત વર્ષ કરતાં આ વર્ષે ગુજરાતમાં ૨૮ ટકાનો અને અમદાવાદમાં ૩૦ ટકા વધારો જોવા મળ્યો : હૃદયઘાત અને કાર્ડિયાક એરેસ્ટનો ભોગ ૨૫ ટકાથી વધા૨ે ૪૫ વર્ષના યુવાનોમાં જોવા મળ્યો : ડો.તુષાર પટેલ
અમદાવાદ
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ના ચેરમેન અજય પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર તુષાર પટેલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં સમયથી યુવાનો તથા બાળકોમાં હૃદયરોગને લગતી સમસ્યામાં ઉછાળો આવ્યો છે તથા યુવાનો અને બાળકો તેનો ભોગ બની રહ્યાં છે. જેમાં હૃદયને લગતી તકલીફોમાં વધારો જોવા મળી રહયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ગુજરાતમાં આ તકલીફમાં ૨૮ ટકાનો વધા૨ો જોવા મળ્યો છે અને અમદાવાદમાં ૩૦ ટકા વધારો જોવા મળ્યો છે. હૃદયઘાત અને કાર્ડિયાક એરેસ્ટનો ભોગ ૨૫ ટકાથી વધા૨ે ૪૫ વર્ષના યુવાનોમાં જોવા મળ્યો છે. આ વર્ષે ગરબાની ઉજવણી દરમ્યાન ૯ દિવસમાં ૩૬ જેટલાં યુવાનોના કાર્ડિયાક એરેસ્ટને કારણે મૃત્યુ થયા છે. હૃદયને લગતી તકલીફ માટે ૧૦૮ હેલ્પલાઈનને ૭૫૦ થી વધારે કોલ આવ્યા હતા. આ સમસ્યાના ઉપાય માટે સાચી સમજણ એ જ ઉપાય છે. તેને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત તથા અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુકત ઉપક્રમે ”યુવાનોમાં હૃદયની સંભાળ માટેનો હૃદયથી સંવાદ’ નવમી નવેમ્બર આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાતનું ગૌરવ એવા વિશ્વ વિખ્યાત હૃદયરોગ નિષ્ણાંત ડૉ. તેજસભાઈ પટેલ (MD, DM, FACC, FESC, FSCAI, FCSI) Apex Heart Institute, ડૉ. સમીરભાઈ દાણી MBBS MD (Medicine) DM (Cardiology), Apollo CVHF Heart Institute, તથા ડૉ. ચિરાગ દોશી (MS MCH) Director of UN Mehta Heart Institute યુવાનો સાથે સીધો સંવાદ ક૨શે. આ સંવાદમાં સહભાગી થવા માટે આપની સમસ્યાની જાણકારી માટે
ઈમેલ આઈડી:
amaimagsb2324@gmail.com
લિંક: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdlh1AWwPcGf4id7kawU-MRsjeNsdCNsu-Ab7lonvGCQ5oE g/viewform આપેલી લીન્ક અથવા ઈ–મેઈલ એડ્રેસ પર આપના પ્રશ્નો અગાઉથી મોકલી શકો છો જે પ્રશ્નોના નિરાકરણ માટે પાંચ દિવસની અંદર હૃદયરોગના નિષ્ણાંતો પાસેથી સાચી માહિતી મેળવી શકાશે.
અજય પટેલ એ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ક્યુ આર કોડ સ્કેન કરી પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે.નવમી નવેમ્બરના રોજ સાંજના પાંચ થી સાત સુધી ત્રણ ડોક્ટર નિષ્ણાંતો પ્રશ્નોના જવાબ આપી મંતવ્ય આપશે. નિષ્ણાતો દ્વારા જેટલી મદદ થઈ શકે તેટલી મદદ કરવા અમે તત્પર રહીશું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે આ યુવાનોના એટેક વિશે કહ્યું છે કે ભારે કસરતો કરવામાં ધ્યાન રાખવું જોઈએ અને સૌથી વધારે પાણી રોજનું લગભગ ત્રણથી ચાર લીટર પીવું જોઈએ તેવી સલાહ આપી હતી.
ડોક્ટર તુષાર પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને પણ આ અંગે સચોટ રૂપે પગલાં લેવા અને આ એટેક શાના કારણે આવે છે તેનું સચોટ કારણ જાણવા અમે રજૂઆત કરીશું. કોરોના બાદ ભારે કસરતો કરવાથી વધારે પડતા હૃદય રોગના હુમલા યુવાનો અને 45 વર્ષથી નીચેના લોકોને થવાના ચાન્સીસ વધ્યા છે તેવું તારણ કાઢવામાં આવી રહ્યું છે. Google ફોર્મ, ક્યુ આર કોડ સ્કેન , ઈમેલ અને લિંક દ્વારા ગુજરાતના લોકો પોતાના પ્રશ્નો પૂછી શકે છે જેના જવાબો અમારા ત્રણ ડોક્ટર નિષ્ણાંતો આપશે. અવેરનેસ પ્રચાર કરી અમે લોકોને બનતી મદદ કરી શકીશું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHO પણ હજી સુધી કહી શક્યું નથી કે કોરોનાની રસી લેવાથી હૃદય રોગના હુમલા થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ નિવેદન આપ્યું છે કે સિવિયર કોરોનાના લીધે આવા હૃદય રોગના હુમલા થઈ શક્યા હોય તેવું એક તારણ હોઈ શકે અને આ નિવેદનની સલાહ માંડવીયાને નિષ્ણાતો એ આપી હોય તેવું બની શકે તેમ ડો.તુષાર પટેલે જણાવ્યું હતું.
+ઇન્ડિયન રેડ ક્રીસ સોસાયટી વિશે :
ઇન્ડિયન રેડ ક્રીસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા છેલ્લા ૧૨ વર્ષોથી વિવિધ માનવતાવાદી કાર્યો કરી રહેલ છે.જ પૈકીનું એક ઉમદા કાર્ય “વાત્સલ્ય” સિનિયર સિટીઝન હોમ વૃધ્ધાશ્રમ),જેની શરુઆત વર્ષે 2012 ના મેં માસમાં તે સમયના મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ઉદઘાટન કરેલ.જ્યાં જરુરીયાતમંદ વડીલો પોતાનું જીવન શાંતિમય વાતાવરણમાં પસાર કરી રહેલ છે. વડીલો અમારો વૃધ્ધાશ્રમમાં સંપુર્ણ આત્મસમ્માન સાથે વસવાટ કરી રહ્યા છે, જીઓ ને રહેવા જમવા ઉપરાંતની નીચે મુજબની તમામ ગુણવત્તાસભર સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
સુવિધા-
પ્રાર્થના હોલ- જયા નિત્યક્રમ મુજબ રોજ સવાર પ્રાર્થના, યોગા મેડીટેશન કરાવવામાં આવે છે.
લાયબ્રેરી : ધાર્મિક ઐતિહાસિક તથા વાર્તા સ્વરુપ પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
ડાઈનીંગ હોલ- જયાં વડીલોને આરોગ્ય અનુકુલ પોષ્ટિીક ભોજન તથા સવાર બપોર ચા કોફી દૂધ નાસ્તા સાથે પીરસવામાં આવે છે. ભોજનમાં બપોરે દાળ ભાત શાક રોટલી છાશ સલાડ તથા સાંજે ચાર વાગ્યે ચા કોફી દુધ સાથે હળવો નાસ્તો રાત્રે ખીચડી ભાખરી શાક દુધ આપવામાં આવે છે.
મનોરંજન પ્રવૃતિ : જેમાં ગઝલ મ્યુઝીકલ નાઇટ પ્રોગ્રામ, ભજન સુંદરકાર્ડ ગાયત્રી હવન જેવા ભક્તિભાવ સાથે તથા રાષ્ટ્રીય કાર્યક્રમ, રક્ષાબંધન જનમાષ્ટમી જેવા દરેક તહેવાર ની ઉજવણી તથા પિક્નીકનું આયોજન અવાર નવાર કરવામાં આવે છે.
મેડીકલ ચેકઅપ- તમામ વડીલશ્રીના આરોગ્ય ની તપાસ કરીને બીપી માપીને દવાઓ આપવામાં આવે છે.તે ઉપરાંત રેગ્યુલર મેડીકલ ચેકઅપ સાથે આઇ ચેકઅપ,દાંત ચેકઅપ અક્યુપ્રેશર તેની સારવાર જેવા અનેક પ્રકાર ના વડીલોનાં આરોગ્ય તપાસ માટેના કેમ્પનુ આયોજન સમયાંતરે કરવામાં આવે છે.
“વાત્સલ્ય” સિનિયર સિટીઝન હોમમાં કુલ મળીને તેત્રીસ (33) રુમ છે.જેમાં દરેક રુમ ટીવી એસી થી સજજ છે,જેમાં ૮૦ જેટલા વડીલો રહી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.