ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ના કાયદાકીય અધિકારને છીનવી રહી છે : શક્તિસિંહ ગોહિલ

Spread the love

જે રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર આવશે તો કોંગ્રેસ પાર્ટી કાસ્ટ સેન્સર (જાતિજનગણના) માટે પ્રતિબધ્ધ છે અને જે લડાઈ લડવી પડે તે લડશે : શક્તિસિંહ

અમદાવાદ

તા. ૩૦-૧૦-૨૦૨૩ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ પ્રદેશ કારોબારીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હુતં કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વે હંમેશા, કચડાયેલ વર્ગના સામાજીક ન્યાયની લડત માટે હંમેશા મક્કમતાથી કામગીરી કરેલ છે. શિક્ષણ, રોજગાર, ઘાંસચારાના પ્લોટ સહિત અનેક વિવિધ યોજનાઓ દ્વારા એસ.સી., એસ.ટી. ખાસ કરી ઓ.બી.સી. પરિવારોને ન્યાય મળે અને તેમનું સશક્તિકરણ થાય તે માટે કાયદાની જોગવાઈ કોંગ્રેસ પક્ષે કરી, કમ નસીબે ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ના કાયદાકીય અધિકારને છીનવી રહી છે.

આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ જાતિગત ગણના થાય તે માટે પ્રતિબધ્ધ છે. જે રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર આવશે તો કોંગ્રેસ પાર્ટી કાસ્ટ સેન્સર (જાતિજનગણના) માટે પ્રતિબધ્ધ છે અને જે લડાઈ લડવી પડે તે લડશે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જાતિ જનગણના દ્વારા જ ઓ.બી.સી. સમાજ, કેટલીક ટકાવારીમાં છે તે સુનિશ્ચીત કરી શકાય અને તે પ્રમાણે સત્તામા તેમની ભાગીદારી હોવી જોઈએ. જાતિજનગણના અને ઓ.બી.સી. માટે કોંગ્રેસ પક્ષ વિધાનસભાના પટલ પર અને બહાર પણ લડત આપશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીએ આજના દિવસે ભૂતકાળમાં ગુજરાતમાં ઓ.બી.સી. મુદ્દે પૂર્વ માધવસિંહજીની સરકારે સત્તાનાં બદલે સામાજિક ન્યાયને પ્રધાન્ય આપી સરકારનું બલિદાન આપેલ, તેમનું બલિદાન ઓ.બી.સી.ની જ્ઞાતિઓએ હંમેશા યાદ રાખશે. આવનારા સમયમાં ઓ.બી.સી. સમાજ એક થઈ ભારતીય જનતા પાર્ટીની ખોખલી હિન્દુત્વની નીતિ, આર.એસ.એસ.ની વિચારધારા સામે લડત લડવાનું આહવાન કરેલ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે સામાજિક ન્યાય માટે જન ગણના અતિ મહત્વની છે. ભાજપ સરકાર એસટી, એસસી અને બક્ષીપંચના નાગરિકોને લાંબા સમય સુધી અન્યાય કરી રહી છે ભાજપ સરકારને મત જોતા છે પણ સામાજિક ન્યાય આપવો નથી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે તાત્કાલિક જન ગણના અમલમાં મૂકવામાં આવે, વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી કરવામાં આવે તો જ સાચી રીતે દરેક વર્ગ અને સમાજનું સામાજિક કલ્યાણ થશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે ઓ.બી.સી. અનામત અને મહિલા અનામત મુદ્દે જાતિગત ગણના થાય અને તે પ્રમાણે મહિલાઓનું નેતૃત્વ વધે અને તે માટે લડત આપવાની વાત કરી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીએ આજના કાર્યક્રમ નિમિત્તે ચાર ઠરાવને કાર્યકરો અને પક્ષના મોભીઓ સમક્ષ યથાર્થ કર્યો. ઠરાવ નં. (૧) પ્રદેશ અને દેશમાં ૩૩ ટકા મહિલા અનામતમાં ઓ.બી.સી. મહિલાઓની સત્તાની ભાગીદારી વસ્તિ ગણતરી પ્રમાણે હોવી જોઈએ. ઠરાવ નં. (૨) જાતિ આધારિત વસતિ જનગણના થાય તથા જનગણના સાથે આર્થિક સર્વે પણ થાય અને આર્થિક સર્વેના આધારે તથા ડીલીમીટેશન પ્રમાણે સત્તામાં મહિલાઓની ભાગીદારી ફરજિયાત થવી જોઈએ. ઠરાવ નં. (૩) છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારના રાજમાં કહેવાતા તત્કાલીન ઓ.બી.સી. મુખ્યમંત્રી (નરેન્દ્ર મોદી) તથા નાણામંત્રી (વજુભાઈ વાળા) હોવા છતાં બજેટમાં પુરા એક ટકા પણ ઓ.બી.સી. જ્ઞાતિઓને ફાળવણી કરવામાં આવતી નહોતી ત્યારે આ ઠરાવ મુદ્દા મુજબ ૫૦ ટકા ઓ.બી.સી. વસતિ પ્રમાણે બજેટમાં ફાળવણી થવી જોઈએ. ઠરાવ નં. (૪) રાજ્યમાં નોકરીઓ બહાર પડે ત્યારે ઓ.બી.સી. અનામતની ૨૭ ટકા સીટો કરાર આધારિત અનામત લાગુ કરી ભરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com