માન્ય રીતે અમે IAS અધિકારીઓની સફળતા અંગે વાત કરતા હોય છે અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને પ્રેરણા મળે તેવી બાબતોને સમાવતા હોઈએ છીએ. પરંતુ આ વખતે કંઈક એવું બન્યું છે કે નિવૃત્ત IAS સારા નહીં પરંતુ ખરાબ કામના કારણે ચર્ચામાં આવ્યા છે. પોતાના પરથી કાબૂ ગુમાવીને નિવૃત્ત IAS આરપી ગુપ્તાએ મહિલાને લાફો ઝીંકી દીધાની ઘટના બની છે.
લોકો આ ઘટનાને ખૂબ વખોડી રહ્યા છે, ભલે તેઓ હવે મહત્વના હોદ્દા પર નથી પરંતુ તેમણે મહિલા સાથે જે કર્યું તે ખોટું છે તેવી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. નોઈડાની તમામ હાઉસિંગ સોસાયટીઓમાં પાળેલા શ્વાન અને રખડતા શ્વાનોને લઈને રહેવાસીઓ વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ છે, જ્યાં કેટલાક લોકો સોસાયટીમાં શ્વાન રાખવાનો વિરોધ કરે છે. કેટલાક શ્વાન પ્રેમીઓ તરીકે આગળ આવે છે. નોઈડાના સેક્ટર 108 સ્થિત પાર્ક લોરેટ સોસાયટીમાં કંઈક આવું જ બન્યું, જ્યાં લિફ્ટમાં પાલતુ શ્વાનને લઈ જવાની બાબતે રહેવાસીઓમાં વિવાદ થયો હતો. એક નિવૃત્ત IAS ઓફિસર અને એક કપલ વચ્ચે શ્વાનને લઈને ઉગ્ર લડાઈ થઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
There was again a dispute over a dog in the lift in Noida. Retired IAS officer R. P GUPTA accused of slapping a woman. Woman stopped for walking with dog, Retired IAS got furious when woman did not come out in lift, Controversy broke out over woman making video. pic.twitter.com/zFTgf8hEuf
— Save Children from #Stray_Dog_Menace (@IndianFightSdm) October 31, 2023
વાસ્તવમાં, આખો મામલો નોઈડાના સેક્ટર-39 પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-108માં આવેલી પાર્ક લોરેટ સોસાયટીનો છે, જ્યાં એક રિટાયર્ડ આઈએએસ ઓફિસર આરપી ગુપ્તા લિફ્ટમાં પ્રવેશી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા તેના પાલતુ શ્વાન સાથે લિફ્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. જે પછી રિટાયર્ડ IAS ઓફિસરે તેને શ્વાનની સાથે મહિલાને લિફ્ટમાંથી બહાર લઈ જવા કહ્યું હતું. જે પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન રિટાયર્ડ IAS ઓફિસરે મહિલાને થપ્પડ મારી દીધી હતી.
મામલો વધતો જોઈને મહિલાના પતિ પણ લિફ્ટમાં આવે છે અને રિટાયર્ડ આઈએએસ ઓફિસર સાથે મારામારી કરે છે. લડાઈનો આ વીડિયો લિફ્ટમાં લાગેલા CCTVમાં પણ કેદ થયો છે, જેમાં જોવા મળે છે કે કેવી રીતે પહેલા નિવૃત્ત IAS ઓફિસર અને પાલતુ શ્વાન સાથે આવેલા કપલ વચ્ચે ઝઘડો થાય છે અને પછી બંને વચ્ચે ઉગ્ર લડાઈ શરૂ થઈ જાય છે.
નોઈડામાં હાઉસિંગ સોસાયટીમાં શ્વાન બાબતે ઝઘડો થયો હોય તેવો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ અલગ-અલગ સોસાયટીઓમાં પાલતુ શ્વાન અને રખડતા શ્વાનઓને લઈને સોસાયટીના રહેવાસીઓ વચ્ચે મારામારી અને ધમાલના અહેવાલો સામે આવ્યા છે. ઘણાં પાલતુ અને રખડતા શ્વાનની તરફેણમાં ઉભા થાય છે તો કેટલાક સોસાયટીમાં શ્વાન પાળવાનો વિરોધ કરતા જોવા મળે છે.
રખડતા અને પાળેલા શ્વાનને લઈને વધી રહેલા વિવાદોને લઈને નોઈડા ઓથોરિટી દ્વારા ડોગ પોલિસી પણ લાગુ કરવામાં આવી છે. જેમાં અનેક પ્રકારની માર્ગદર્શિકા પણ છે. પરંતુ ઘણા મહિનાઓ બાદ પણ શહેરમાં ડોગ પોલિસીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી જેના કારણે રોજેરોજ આવા વિવાદોના કિસ્સાઓ સામે આવતા રહે છે.
ઘટનાની માહિતી મળતા સ્થાનિક કોતવાલી સેક્ટર-39 પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની સાથે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તમામ હકીકતોની તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ પક્ષ તરફથી ફરિયાદ આવશે તો જ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.