ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા શરૂ કરાયેલા “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”ને તા.૦૪/૧૧/૨૦૨૩ થી  અજય પટેલે શુભારંભ કરાવ્યો

Spread the love

“વિદ્યાર્થી સતર્કતા અભિયાન” હેઠળ શાળા કક્ષાએ લગભગ પાંચ લાખ બાળકોને જીવન જરુરી બાબતોની તાલીમ આપવામાં આવશે,

શાળા કક્ષાએથી બાળકો સીપીઆર, પ્રાથમિક સારવાર, રક્તદાન, અંગદાન, થેલેસેમિયા, એનીમિયા, રોડ સેફટી નિયમો અને બેન્કિંગ અંગે બેઝિક તાલીમ મેળવે તે આ અભિયાનનો આશય છે.

અમદાવાદ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત તથા અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સતર્કતા અભિયાન”નો અમદાવાદથી શુભારંભ કરવામાં આવ્યો છે. “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”ને અમદાવાદની દિવાન બલ્લુભાઇ શાળાથી શરુ કરતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન  અજય પટેલે જણાવ્યું હતું કે, રેડક્રોસ અને અમદાવાદ મેડિકલ એસોશિએશનની સાથે મળીને ભાવિ પેઢીને માનવતાવાદી પ્રવૃતિમાં સમાજમાં કેવી રીતે મદદરુપ થવાય અને તેમનું અને સમાજનું જીવન ઘોરણ ઉંચું આવે તે માટે “વિદ્યાર્થી સતર્કતા અભિયાન” શરુ કરવામાં આવ્યું છે.

“વિદ્યાર્થી સતર્કતા અભિયાન”ને શરુ કરાવતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન  અજય પટેલે જણાવ્યું હતું કે, શરૂઆતના તબક્કામાં અમે અમદાવાદની તમામ શાળાઓમાં લગભગ પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપીશું અને ત્યારબાદ અભિયાન આગળ ધપાવર્તી રાજયની શાળાના વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થી સતર્કતા અભિયાન”માં જોડાય અને તાલીમ મેળવી સમાજમાં ઉપયોગી થાય તે અમારું લક્ષ્ય છે.

દિવાન બલ્લુભાઇ શાળાના જ વિદ્યાર્થી રહેલા  અજયભાઇ પટેલે આ અભિયાન તેમની જ શાળાથી શરુ કરતાં જણાવ્યું હતું કે, શાળા કક્ષાથી બાળકો સીપીઆર, પ્રાથમિક સારવાર, રોડ સેફટી નિયમો અને બેન્કિંગ અંગે બેઝિક તાલીમ મેળવે એ આખાય અભિયાનનો આશય છે. હાલમાં દેશની ઇકોનોમી મજબુત છે તથા ટેકનોલોજીમાં અગ્રેસર છે. કોરોનાના સમયગાળામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહપ્રધાન શ્રી અમિતભાઇ શાહે દેશના ૧૪૦ કરોડ દેશવાસીઓની સંભાળ રાખી હતી. તેમાં હવે આગામી પેઢીની તમામ સ્તરની સતર્કતા દેશને વધુ આગળ લઇ જાય અને દેશ પ્રગતિ કરે તે દિશાની આ પહેલ છે. જેને પગલે બાળકો માનવતાવાદી પ્રવૃત્તિમાં જોડાઇને સમાજને મદદરુપ થશે.અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તુષારભાઇ પટેલે જણાવ્યું હતું કે,  અજયભાઇએ રેડક્રોસનું સુકાન સંભાળતાની સાથે સમાજસેવાની કામગીરી વધુ તેજ બનાવી છે. તેમના થકી સીપીઆરની તાલીમ માટેની કીટ હોય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેના ટ્રેનર તૈયાર કરવાનાં હોય તેમણે સતત મદદ કરી છે. આ સતર્કતા અભિયાનથી રોડ અકસ્માત થાય તો તેની પ્રાથમિક સારવાર કઇ આપી શકાય, સીપીઆર, રક્તદાન અંગદાન એનિમીયા, થેલેસેમિયા અને બેંકિંગ અંગે પ્રાથમિક સમજ આપે છે અને શાળા સ્તરે મળેલી માહિતી તેમેને અને સમાજ જીવનમાં મદદરુપ થાય છે. આ અભિયાનના પ્રારંભ સમયે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત બ્રાન્ચના સેક્રેટરી શ્રી મેહુલભાઇ શાહ તથા દિવાન બલ્લુભાઈ શાળા પરિવારના ટ્રસ્ટી તથા શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થી સતર્કતા અભિયાનમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે સામાજીક જવાબદારીના ભાગરુપે અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક (એડીસી બેંક) ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક (જીએસસી બેંક) પણ જોડાઇ છે.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત અને અમદાવાદ મેડીકલ એસોસિએશન દ્વારા આયોજિત આ “સામાજિક સતર્કતા અભિયાનને સફળ બનાવવા સમાજના સૌ નાગરિકો સહાયરૂપ થાય તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com