દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સામાન્ય વહીવટી વિભાગે પરીપત્ર બહાર પાડીને જણાવ્યું કે, 13 નવેમ્બરે સોમવારના દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે. જેના પગલે સરકારી કર્મચારીઓના 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સળંગ રજાઓ મળશે.
સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, 11/ 11/ 2023ના રોજ બીજા શનિવારની રજા, તા. 12/11/2023ના રોજ દિવાળી / રવિવારની રજા, તા. 14/11/2023, મંગળવારના રોજ વિક્રમ સંવંત નૂતન વર્ષ દિન નિમિત્તે રજા તથા તા. 15/11/2023 બુધવારના રોજ ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. જ્યારે આ રજાઓ વચ્ચે તા. 13/11/2023ના રોજ સોમવારે પડતર દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે.
દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા. ૧૩/૧૧/૨૦૨૩, સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે. તેના બદલામાં તા. 09/12/2023 બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.