મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર તા. ૭મી નવેમ્બર થી ત્રણ દિવસ માટે મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે જશે.મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રણ દિવસ દરમિયાન સમગ્રતયા ૭ જેટલી જનસભાઓને સંબોધન કરવાના છે.
મધ્યપ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રીશ્રીના નિર્ધારિત કરાયેલા પ્રચાર કાર્યક્રમ અનુસાર શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૭ નવેમ્બરે રતલામ જિલ્લાના ધામનોદ, મંદસૌર જિલ્લાના નારાયણ ગઢ અને નિમચ જિલ્લાના બરલઇમાં જાહેર સભાઓ સંબોધશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચારના બીજા દિવસ તા. ૮મી નવેમ્બરે જાબુઆ જિલ્લાના રાયપૂરીયા તેમજ શાજાપૂર જિલ્લાના ચોસલા કુલમીની જનસભાઓનો સંબોધન કરશે.
શ્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશમાં ચુનાવ પ્રચારના ત્રીજા દિવસ તા. ૯ નવેમ્બરે રતલામ જિલ્લાના સૈલાના અને જાબુઆ જિલ્લાના નારેલામાં ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓ સંબોધન કરીને સાંજે ગાંધીનગર પરત આવશે.