અમેરિકાની વિનાશક નીતિઓને કારણે વૈશ્વિક સુરક્ષાનું સ્તર સતત ઘટી રહ્યું છે :TASS

Spread the love

રશિયની સુરક્ષા પરિષદના સેક્રેટરી નિકોલાઈ પાતુરુશેવે ચેતવણીના સૂરમાં કહ્યું કે પશ્ચિમી દેશોની ખતરનાક નીતિના કારણે પરમાણુ, રાસાયણિક અથવા જૈવિક શસ્ત્રોના ઉપયોગનું જોખમ વધી રહ્યું છે. રશિયન સમાચાર એજન્સી TASS દ્વારા નિકોલાઈ પાત્રુશેવને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “અમેરિકાની વિનાશક નીતિઓને કારણે વૈશ્વિક સુરક્ષાનું સ્તર સતત ઘટી રહ્યું છે.”

રશિયાના રાષ્ટ્રપતિના નજીકના સાથી એવા પતુરુશેવનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પુતિને દાવો કર્યો હતો કે પશ્ચિમી દેશોથી યુક્રેનને મળેલા હથિયારો તાલિબાનને વેચવામાં આવી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, શસ્ત્રો યુક્રેનથી મધ્ય પૂર્વમાં જઈ રહ્યા છે.

રશિયાના આરોપ પર યુક્રેને કહ્યું છે કે પશ્ચિમી દેશો પાસેથી મળતા હથિયારો પર કડક નિયંત્રણ છે. અમેરિકા અને પશ્ચિમી દેશોએ પણ યુક્રેનને શસ્ત્રોના ગેરઉપયોગથી બચવા કહ્યું છે.

બુધવારે (8 ઑક્ટોબર 2023), નિકોલાઈ પાત્રુશેવે એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેને રશિયાના ત્રણ પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું, “મોલ્ડોવા પશ્ચિમી સંસ્થાનવાદનો વધુ એક શિકાર બનવાના જોખમમાં છે. દેશ તેની સાર્વભૌમત્વ ગુમાવવાની આરે છે.”

2022 ના જૂનમાં, ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ જુર્ગેન સ્ટોકે ચેતવણી આપી હતી કે યુક્રેન મોકલવામાં આવેલા કેટલાક શસ્ત્રો સંગઠિત અપરાધ સંસ્થાઓના હાથમાં આવી શકે છે. આ વર્ષે માર્ચમાં, ગ્લોબલ ઇનિશિયેટિવ અગેઇન્સ્ટ ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે યુક્રેનના સંઘર્ષ વાળા વિસ્તારમાં ક્યાંય પણ હથિયારોનો મોટો જથ્થો જતો જોવા મળ્યો નથી.

દાતાઓ પર નજર રાખતી સંસ્થા કીલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ વર્લ્ડ ઇકોનોમીના જણાવ્યા મુજબ, યુક્રેનને સહાય આપનારા આઠ સૌથી મોટા પશ્ચિમી દેશોએ યુક્રેનને $90 બિલિયનની સૈન્ય સહાય આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com