કેટલો માલ પાડ્યો છે?, આપી દો….એવું કહી લાખોનો કપડાનો માલ લઈ લીધો અને રૂપિયા પણ ના આપ્યાં

Spread the love

અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા દક્ષ ટ્રેડર્સના પ્રોપરાઇટ તરીકે વેપાર કરતા જીતેન્દ્ર ઉર્ફે હંશુ હંસરાજાની કાચા કપડાંનો હોલસેલનો વેપાર કરે છે. જેમણે ગત મે, જુન અને જુલાઇ 2023ના વર્ષ દરમ્યાન આરોપીઓ પંકજ ખત્રી અને નિલમબહેને 55 લાખનો માલ ખરદી પૈસા આપવામાં ગલ્લાં તલ્લાં કર્યા હતા. આ મામલે તપાસ કરતા પંકજ તેમનો પુત્ર ઉત્તમ અને નિલમે આ રીતે અન્ય લોકોને ઠગ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

જેથી આ મામલે સીઆઇડી ક્રાઇમમાં તબક્કાવાર ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પોલીસે પંકજ અને નિલમને ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યા હતા. બાદમાં બન્ને આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટ સમક્ષ મુકવામાં આવી.

જ્યારે આરોપી પુત્ર ઉત્તમે આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની સામે સીઆઇડી ક્રાઇમના અધિકારી અશ્વીન પટેલે એફિડેવીટ રજૂ કરી એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમ સહિત કોલ્હાપુર, મુંબઇ, સહિતની જગ્યાએ 10થી વધુ ફરિયાદો નોંધાયેલી છે. હાલમાં પણ પરિવારના ત્રણેય સભ્યો વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમમાં ત્રણ ફરિયાદ નોંધાઇ છે. જેમાં ઠગાઇનો આંક રૂપિયા 2 કરોડની આસપાસ પહોંચી ગયો છે.

જેના કારણે આરોપીઓએ અન્ય લોકોને પણ ઠગ્યાની સીઆઇડી ક્રાઈમને આશંકા છે. જે કેસમાં વિગતવાર આરોપીઓ સામે તપાસ ચાલી રહી છે અને છેતરપિંડીનો આંકડો હજુ પણ વધવાની શક્યતા રહેલી છે. આરોપીઓએ અમુક દિવસોમાં પૈસા આપવાનું કહી માલ લઇ વેપારીઓ સાથે ઠગાઇ આચરી છે ત્યારે આવા આરોપીઓને જામીન આપવામાં આવે તો ફરી ગુનો આચરી શકવાની શક્યતા વધુ રહેલી છે.

જેથી જામીન આપવા જોઈએ નહીં બીજી તરફ સુનાવણી દરમિયાન ફરિયાદી તરફે એડવોકેટ ભરત શાહ હાજર રહ્યાં હતાં અને વાંધા અરજી રજૂ કરવા સમય માગ્યો હતો. જેથી કોર્ટે આ મામલે વધુ સુનાવણી 22 નવેમ્બર પર મુલતવી રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com