વડોદરામાંથી વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે. અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ ગીત પર દારૂ ઢિચી ઠુમકા મારતાં ખાનદાની નબીરા ઝડપાયા છે. અકોટા અતિથિ ગૃહ પાસે ગામઠી બંગલોમાં બારસની રાતે દારૂની મેહફિલ જામી હતી. ફૂલ વોલ્યુમ પર હિન્દી ગીત પર નબીરાઓ ઠુમકા મારી રહ્યા હતા તે જ સમયે પોલીસ ત્રાટકી હતી. દારૂની મહેફિલમાં ત્રણ યુવતીઓ પણ સામેલ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, ભાજપના અગ્રણીના સબંધીનો પુત્ર પણ મેહફિલમાં સામેલ હતો, તેથી કેટલાક રાજકીય આગેવાનોના ગોત્રી પોલીસ સ્ટેશને આંટાફેરા શરુ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના અકોટા અતિથિ ગૃહ પાસે ગામઠી બંગલોમા દારૂની મહેફિલ ચાલતી હતી. બર્થડે હોવાથી પાર્ટીનું આયોજન કરાયું હતું. વૈભવ નામના યુવકે પોતાના બર્થડે પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં દારૂ પાર્ટી ચાલતી હોવાની વડોદરા પોલીસને માહિતી મળી હતી. ગોત્રી પોલીસને જોતા જ તમામ નશેડીઓનો દારૂનો નશો ઊતરી ગયો હતો. ગોત્રી પોલીસે 20 થી વધુ ખાનદાની નબીરાઓની અટકાયત કરવામાં આવી છે. ગોત્રી પોલીસને જોઈને તમામ નશેડીઓનો ઉતરી ગયો નશો. દારૂની મહેફિલમાં ત્રણ યુવતીઓ પણ સામેલ હતી. જોકે, ભાજપના અગ્રણીના સબંધીનો એક પુત્ર પણ મહેફિલમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. જેથી કેટલાક રાજકીય આગેવાનોના ગોત્રી પોલીસ સ્ટેશને આંટાફેરા શરૂ થયા છે. આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે. સંસ્કારી નગરીમાં કોણ પહોંચાડે છે દારૂ? કયો બુટલેગર બગડેલા નબીરાઓ સુધી પહોંચાડે છે દારૂ? સભ્ય સોસાયટીઓમાં અસભ્ય પાર્ટીઓ કરવી કેટલી યોગ્ય? જન્મ દિવસ પર દારૂની જ મહેફિલ કરવી જરૂરી? નબીરાઓના માતાપિતા દારૂના સેવનને આપે છે સમર્થન?