કાર્યકરોના કામનો મારો, ગઈ કાલે કૌશિકભાઈ, આજે જયદ્રથસિંહનો વારો

Spread the love

ગુજરાતમાં નવા વરાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ ધ્વારા કાર્યકરોના કામ થતાં ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે સચિવાલયમાં પણ મંત્રીઓ હાજર ન હોય, મળે નહીં અને પ્રદેશકક્ષાની ચિઠ્ઠી કે ભલામણ હોય તો પણ આંખ આડા કાન કરતાં ઘણા મંત્રીઓને હવે કાર્યકરોના કામ કરવા માટે નવા નેતૃત્વ સાથે CR પાટીલે કોબા કમલમને ધમધમતું કરી દીધું છે. 25 વર્ષના ઈતિહાસમાં હવે, કાર્યકરોને લાગી રહ્યું છે કે, અમારું હવે કાંઇક સાંભળે એવો દસકો આવશે,   ત્યારે કાર્યકરોમાં જોમ લાવવા પ્રદેશ પ્રમુખની આ આઇડિયા કારગત નીવડે તેવી કાર્યકરોમાં ભારે ચર્ચા થવા લાગી છે. ત્યારે પક્ષથી ઉપર કોઈ નથી, પક્ષ મહાન છે. તે તમામ મંત્રીઓને પણ પ્રદેશ પ્રમુખે શાનમાં સમજાવી દીધું છે, ત્યારે સોમવારના રોજ કમલમ ખાતે સહકાર મંત્રી કૌશિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યકરોના પ્રશ્નો સાંભળીને તેને વાંચા આપવા પ્રયત્ન કરેલ છે. ત્યારે આજે રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર પોતે સ્ટાફ અધિકારી સાથે કાર્યકરોના પ્રશ્નોને સાંભળવા અને કામોને આગળ ધપાવવા પોતે કમલમ (કોબા) ખાતે હાજર થઈ ગયા હતા, હવે, આવનારા દિવસોમાં ભાજપમાં કાર્યકરોની નવી ભરતી આવશે તેનું કારણ કાર્યકરોની જે બૂમ હતી કે, કામો થતાં નથી, હવે, કેમ ન થાય? હવે કાર્યકરનો પણ અવાજ જે 25 વર્ષમાં રૂંધાતો હતો તે હવે પુરજોશમાં અવાજ ઉઠવા લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com