મધ્ય પ્રદેશના ગુનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિધાનસભા ચૂંટણીને લઈને જાહેર સભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશની જનતાને વચન આપ્યું હતું કે જો મધ્ય પ્રદેશમાં ભાજપ સત્તામાં આવશે તો જનતા રામલલાના મફતમાં દર્શન કરી શકશે.
અમિત શહેર જણાવ્યું હતું કે તમે 3 ડિસેમ્બરના રોજ મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બનાવો અને ભાજપની મધ્ય પ્રદેશ સરકાર તમને રામલલાના મફતમાં દર્શન કરવા માટેની વ્યવસ્થા કરી આપશે. કોંગ્રેસે હંમેશા ભારતીય સંસ્કૃતિનું અપમાન કર્યું છે.
મહત્વનું છે કે આગામી 17 નવેમ્બરના રોજ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજવાની છે, જેનું પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. મધ્ય પ્રદેશની 230 વિધાનસભા બેઠકો પર મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.