એક યુવાન દુબઈથી ગુપ્તાંગમાં ભરાવીને સોનું લઈ આવ્યો, એ પણ બે લોકો લુંટી ગયા, બોલો…

Spread the love

ગુજરાતમાં નકલી પોલીસ કે કસ્ટમના અધિકારીઓ બનીને ખેટલાક ઠગ લોકો સમાજમાં રૂબાબ જમાવીને છેતરપિંડી કરતા હોય છે. ત્યારે એટીએસના અધિકારી હોવાની પોતે ઓળખ આપીને દૂબઈથી આવેલા એક યુવાનેને લૂંટી લેવાનો બનાવ બન્યો છે. દુબઈથી દાણચોરીનું સોનું ગુપ્તાંગમાં છૂપાવીને લાવેલા એક યુવાનને બે અજાણ્યા યુવકોએ એટીએસના અધિકારી હોવાની ફેક ઓળખ આપી અપહરણ કરી લીધું હતું.

કારમાં એક બિલ્ડિંગમાં લઈ જઈ ધમકી આપી યુવકે છૂપાવેલી કેપ્સ્યુલમાંથી અંદાજે રૂ.50 લાખનું સોનું લૂંટી લીધું હતું. વડોદરાના આ યુવકે અંતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે એટીએસનો નકલી સ્વાંગ રચીને લૂંટી લેનારા શખસો જાણભેદુ હોવાની શક્યતાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, વડોદરા નાગરવાડામાં રહેતા દાનિશ શેખ(ઉ. વ. 21)ના પિતાના મિત્ર જાકીર બોરાએ બે મહિના પહેલાં તેને કહ્યું હતું કે તેમનો એક મિત્ર અમ્માર દુબઈમાં રહે છે અને તેની પાસેથી સોનું લાવવાનું છે. અને તે માટે દુબઈની જવા-આવવાની ટિકિટ ઉપરાંત વધારાના રૂ.20 હજાર મળશે. આથી દાનિશે દુબઈ જવાની હા પાડી હતી અને 9 ઓક્ટોબરે અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈ ગયો હતો. ત્યાં પહોંચતા એરપોર્ટ પર જાકિરનો મિત્ર અમ્માર તેને રિસિવ કરવા આવ્યો હતો. ત્યારબાદ અમ્મારે આપેલી રૂમમાં યુવક 17 દિવસ સુધી રોકાયો હતો. 27 ઓક્ટોબરે અમ્માર દાનિશને મળવા આવ્યો હતો. એ તેને સોનાની રૂ. 50 લાખની કિંમતની બે કેપ્સ્યુલ આપી હતી, જે દાનિશે ગુપ્તાંગમાં સંતાડી દીધી હતી. અમ્મારે તેને કહ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર તને પીકઅપ કરવા માટે રઈયાન નામનો માણસ આવશે. દાનિશ 28 ઓક્ટોબરે વહેલી સવારે અમદાવાદ આવી પહોચ્યો હતો.

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પર રઈયાનની જગ્યાએ આફતાબ નામનો યુવક આવ્યો હતો. દાનિશ, આફતાબ અને ડ્રાઈવર મુબીન ત્રણે કારમાં બેસી એરપોર્ટના પાર્કિંગમાંથી બહાર નીકળ્યા ત્યાં જ અચાનક બે અજાણી વ્યક્તિ ત્યાં આવી હતી. આ બંને પોતાની ઓળખ એટીએસના અધિકારી તરીકે આપી કારમાં બેસી ગયા હતા અને દાનીશને કહ્યું હતું કે તું દુબઈથી દાણચોરીનું સોનું લઈને આવ્યો છે તારી પૂરી ડિટેઈલ અમારી પાસે છે તને જમા કરવાનો છે. ત્યારબાદ કાર ઓફિસે લેવાનું કહ્યું હતું. થોડે દૂર ગયા બાદ આ બે અજાણી વ્યક્તિ પૈકી એકે કાર ઊભી રખાવી ડ્રાઈવરને પાછળ મોકલી પોતે કાર ચલાવવા લાગ્યો હતો. પછી કાર રિવરફ્રન્ટના રસ્તેથી નારોલ તરફ લઈ ગયા હતા જ્યાં કચરા પેટી પાસે મેદાનમાં ગાડી ઉભી રાખીને એક વ્યક્તિએ દાનિશને લઈને નીચે ઉતરી ગયો હતો અને ત્રણેના ફોન લઈ સ્વિચ ઓફ કરી દીધા હતા. દરમિયાન એક વ્હાઈટ કલરની કાર આવી હતી જેમાં દાનિશને બેસાડી એક ફલેટમાં દસમાં માળે લઈ જઈ એટીએસની ઓળખ આપીને ધોલધપાટ કરી વોશરૂમમાં લઈ જઈ દાનિશે છૂપાવેલી સોનાની કેપ્સ્યુલ તેમજ તેની પાસેના રોકડા રૂ.4 હજાર તથા 15 દીરહામ લૂંટી લીધા હતા. ત્યારબાદ તેને નીચે લઈ જઈ રિક્ષામાં બેસાડી ધમકી આપી ગીતામંદિર બસ સ્ટેન્ડે ઉતારી દીધો હતો. દાનિશે જાકિરનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી જો કે ગભરાઈ ગયો હોઈ ફરિયાદ કરી નહતી. આ મામલે દાનિશે એરપોર્ટ પોલીસમાં સોનાની લૂંટની ફરિયાદ નોંધાવતા અપહરણ, લૂંટની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ દુબઈથી ગુપ્તાંગમાં રૂ.50 લાખનુ સોનું છુપાવીને આવી રહેલા વડોદરાના યુવકની માહિતી અપહરણકારોને પહેલાથી હતી. જયારે યુવકને ડરાવી સોનું લૂંટી લીધું ત્યારબાદ એક વ્યક્તિએ તેના ફોનમાં યુવકના પાસપોર્ટની કોપી બતાવીને કહ્યું હતું કે તારી પૂરી ડિટેઈલ અમારી પાસે છે. જો તું આ વાત કોઈને કહીશ તો તને તારા ઘરેથી ઉઠાવી લઈશું અને જાનથી મારી નાખીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com