રાજ્યમાં આગમી જાન્યુઆરી માસમાં 10મી વાઇબ્રન્ટ સમીટ યોજવનારી છે. ત્યારે આ વાઇબ્રન્ટ સમીટને લઈને રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિવાળી બાદ રાજ્યના કેટલાક સિનિયર અધિકારીઓ સહિત રાજ્યના મુખ્યમંત્રી વાઇબ્રન્ટ સમીટના રોડ-શો માટે વિદેશ પ્રવાસ ખેડવાના છે. મુખ્યમંત્રી આ વખતે સિંગાપુર સહિત જાપાન જેવા દેશોમાં પ્રવાસે જશે.
રાજ્યમાં આગમી 10મી વાઇબ્રન્ટ સમીટ 10 જાન્યુઆરીના રોજ યોજવનારી છે. ત્યારે આ સમીટને લઈને રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. નવરાત્રીના સમયે રાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ દેશના અન્ય રાજ્યોમાં ફરીને વાઇબ્રન્ટ સમીટ માટે રોડ-શો કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હી અને મુંબઈ ખાતે દેશના ઉદ્યોગકારો સાથે બેઠક કરીને વાઇબ્રન્ટ સમીટમાં રોકાણ કરે તે માટે આમંત્રણ આપ્યું હતું. આ સિવાય અન્ય મંત્રીઓ પણ અન્ય રાજ્યોમાં જઈને ઉધોગકારો સાથે બેઠક કરી હતી.
દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં જ સરકારના કેટલાક સિનિયર અધિકારીઓ વાઇબ્રન્ટ સમીટ ને લઈને વિદેશ પ્રવાસ ખેડશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 27 નવેમ્બરના રોજ રાજ્યના જાપાન, અને સિંગાપુર જવા રવાના થશે. 27 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી જાપાન ખાતે રોકાણ કરીને ત્યાંના ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક કરીને ગુજરાતમાં રોકાણ કરવા અને વાઇબ્રન્ટ સમીટમાં હાજર રહેવા આમંત્રણ આપશે.
જાપાનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 1થી 4 ડિસેમ્બર સુધી સિંગાપુર જશે. સિંગાપુર ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક કરીને વાઇબ્રન્ટ થીમ અને કર્ટેન રેઝર કરીને ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણકાર કરવા આમંત્રિત કરશે. મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ દરમિયાન 8 જેટલા સિનિયર IAS અધિકારીઓ તેમની સાથે રહેશે, જેમાં રાજ્યના ચીફ સેકેટરી સહિત ઉદ્યોગ વિભાગના સચિવ પણ હશે.