ઇતિહાસમાં એવી ઘણી વિચિત્ર ઘટનાઓ બની છે, જેના પર તમે ભાગ્યે જ વિશ્વાસ કરી શકશો. ક્યાંક તરબૂચને લઈને ભીષણ યુદ્ધ થયું હતું, તો ક્યાંક ભાષાની સમજ ન હોવાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજે અમે તમને એક અજબ-ગજબ યુદ્ધ વિશે જણાવીશું, જેને જાણ્યા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.તમને જાણીને આશ્ચર્ય થશે કે આશરે 375 વર્ષ પહેલાં રાજસ્થાનના બિકાનેરમાં તરબૂચને લઇને જબરદસ્ત યુદ્ધ થયું હતું.
તરબૂચને લઈને થયેલા આ યુદ્ધમાં હજારો સૈનિકોના મૃત્યુ નીપજ્યાં હતા.ઇતિહાસમાં આ વિચિત્ર યુદ્ધને ‘મતીરે કી રાડ’ના નામથી ઓળખવામાં આવે છે. આ યુદ્ધ 1644 સદીમાં થયું હતું. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તરબૂચને ‘મતીરા’ કહેવામાં આવે છે. તો રાડનો અભિપ્રાય લડાઇ-ઝઘડા સાથે છે.
આ સમય દરમિયાન એવું બન્યું હતું કે, તરબૂચનો છોડ બીકાનેર રજવાડાની સીમામાં ઉગ્યો હતો. તો તેનું એક ફળ નાગૌર રજવાડાની સરહદમાં ચાલ્યુ ગયું હતું. જે બાદ બંને રજવાડાઓમાં વિવાદ થયો હતો. બીકાનેર રજવાડાના લોકોનું કહેવું હતું કે, વૃક્ષ અમારી સરહદમાં છે તો તરબૂચના ફળ પર અમારો અધિકાર રહેશે.
તો નાગૌર રજવાડાના લોકોનું કહેવું હતું કે, ફળ અમારી સરહદમાં આવી ગયું છે, તેથી તેના પર અમારો અધિકાર રહેશે. આ નાનો ઝઘડો મોટા યુદ્ધમાં ફેરવાયો હતો. આમાં બંને રજવાડાના ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. અંતે આ યુદ્ધને બીકાનેર રજવાડાએ જીતી લીધું હતું.