દેશમાં લોકો પશુપાલન ખેતીથી દૂર થતાં જાય છે, ત્યારે હવે રફી પશુપાલનમાં તેજી દેખાઈ રહી છે. કચ્છની બન્ની નસલની જાતવાન કુંઢી ભેંસ ૫.૧૧ લાખની અધધ કિંમતે વેચાઈ છે. દરરોજનું ૨૩ લિટર દૂધ આપતી ભેંસ સુરતના એક માલધારી ભુજ તાલુકાના કુનરીયા ગામેથી ખરીદી છે. ‘ઘાલુ નામ ધરાવતી કુંઢી ભેંસની વેચાણ કિંમત આટલી ઉપજી હોય તેવો પ્રથમ સોદો છે. વિશાળ ઘાસિયા મેદાન અને જાતવાન ભેંસ ના ઉછેર માટે કચ્છના બન્ની વિસ્તાર પશુપાલનમાં આગવું મહત્ત્વ ધરાવે છે. અહીંની કુંઢી નસલની ભેંસ પ્રતિદિન સરેરાશ ૧૮થી ૨૦ લિટર દૂધ આપતી હોય છે. અહીંની ભેંસ ઓછામાં ઓછી એકાદ લાખ રૂપિયાની કિંમતે વેચાતી હોય છે. તેવામાં કુનરીયા ગામે પશુપાલક ભરતભાઈ લખમણભાઈ આહીરની એક જાતવાન કુંઢી ભેંસ સુરતના કાળુભાઈ દેસાઈ નામના માલધારીએ રૂ. ૫.૧૧ લાખમાં ખરીદી છે. આ સોદામાં મધ્યસ્થી બનનારા લોરિયા ગામના હુસેન મામદ કુંભારે કહ્યું કે ૧૯૯૮થી આ ક્ષેત્રે સંકળાયેલા છે પણ આટલી કિંમત શોધો થયાના પ્રથમ બનાવ છે. કુનરીયા પશુપાલન જણાવ્યા અનુસાર તેમની ભેંસ અસલ કુંઢી નસલની છે. બંને શિંગડાં ગોળ વળેલા છે. આ પ્રકારની ભેંસના આંચળ માપનો હોય છે, તેનું મોં ટૂંકું અને ગરદન લાંબી તથા ટૂંકી પૂંછ તેની ઓળખ છે. તેને દોહવા બેસો ત્યારે જ્યાં સુધી દોહન પૂરું ન થાય ત્યાં સુધી પગ હલાવતી પણ નથી, તે દરરોજ બે ટાઈમમાં ૨૩ લિટર દૂધ આપે છે.