દેશમાં ઘણા જ એવા નેતા હોય છે, જે ઘણીવાર પોતાનું નહીં, પણ અનેક લોકોનું વિચારતા હોય છે, ત્યારે એક એવી ઘટના આકાર પામી જેમાં પોતાની પત્નીને રાત્રે અટેક આવતા પોતે સિવિલ લઈ ગયા, અને રસ્તામાં જ પત્નીએ અલવિદા કહી દીધું હતું. પણ દવાખાને લઈ ગયા બાદ ડોક્ટરે મૃત જાહેર કરતા અગ્નિદાહ વિધિ કરીને પોતે બીજા જ દિવસે કાર્યાલય પહોંચી ગયા હતા, ત્યારે કાર્યાલય જવાનું કારણ શું પત્નીનો વિયોગ બનેલી ઘટનાની સામે છતાં મન કેવું કાઠું કર્યું તે વાંચો….
પ્રાપ્ત વિગતોનુસાર, આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતા એવા મુકેશ પટેલ જેવો અનેક કાર્યન્તવીત સેવાઓથી દબદબો ઘરાવે છે, આપવાનું હોય તો પ્રથમ સેવામાં આંગળી ઊંચી હોય, ત્યારે તેમના ધર્મ પત્ની સીમાબેન ને રાત્રે છાતીમાં દુખાવો ઉપડતા તાબડતોબ 108 બોલાવીને પોતે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે દવાખાને પહોંચતા પહેલા જ સીમા બેને મુકેશભાઈને અલવિદા કરી દીધા હતા, પોતે હોસ્પિટલમાં લાવ્યા અને ડોક્ટરે તપાસતા મૃત જાહેર કરતા મુકેશભાઈ તથા તેમનો પરિવાર ભાંગી પડ્યો હતો, ત્યારે રાત્રે જ ઘરે લાવ્યા બાદ સવારે અગ્નિસંસ્કાર અને વિધિ પતાવીને મુકેશભાઈ બીજા જ દિવસે તેમના કાર્યાલય એવા સરગાસણ ખાતે પહોંચી ગયા હતા, ત્યારે આ ઘટનાની માહિતી મળતા જ ઘણા જ શુભ ચિંતકો મુકેશભાઈ પટેલ ના ઘરે જતા મુકેશભાઈ સરગાસન કાર્યાલય ગયા હોવાનું જણાવતા અનેક લોકોને અચરજ પામ્યા હતા કે પત્નીનું મૃત્યુના બીજા જ દિવસે કાર્યાલય ગયા, ત્યારે સરગાસણ ખાતે મુકેશભાઈ બેઠા હતા, અને પોતાની આંખમાં થાક, ઊંઘ અને ચિંતા તથા પત્નીની વિયોગ સ્પષ્ટ દેખાતો હતો, પણ કઠણ મને પોતે કહેવા લાગ્યા કે અમારી દિવાળી બગડી પણ અનેક લોકો જે મુકેશભાઈ ને ત્યાં 60 થી વધારે સ્ટાફ નોકરી કરે છે તેમને પગાર બોનસ મીઠાઈ આપવા પોતે પહોંચી ગયા હતા ત્યારે સ્ટાફની દિવાળી ન બગડે તે માટે પોતે કઠ્ઠણ હૃદય જે નિર્ણય કર્યો તે ખરેખર સરાહનીય છે, ત્યારે કોઈની ખુશી આપવામાં પોતાનું દુઃખ દર્દ દબાવી રાખનાર મુકેશભાઈ પટેલ અગાઉ પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારે બાકડા બેઠકની પ્રચલિત એવો કેમ્પો જમાવ્યો હતો બાદમાં આ પાર્ટીમાંથી વિધાનસભાના ઉતર સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, ત્યારે વ્યવસાય પોતે અગાઉ સરકારી કર્મચારી બિલ્ડર અને રાજકીય નેતા એવી ઘણી ડિગ્રીઓ ધરાવે છે પણ કોઈનું ભલું વિચારવા ની વિચારસરણી ખરેખર દાદ માગી લે છે.
બોક્સ:-
પત્નીના મૃત્યુ ના બીજા જ દિવસે પોતે કાર્યાલય જઈને તમામ સ્ટાફને મીઠાઈ પગાર બોનસ કરવા ગયેલા ત્યારે તેમના મોઢા ઉપર દુઃખ દેખાય નહીં પણ હૃદયમાં ચિંતા અને મોટી આવી પડેલી ઉપાધિ સામે પોતે ઝઝુમ્યા હતા, ત્યારે પોતે કહે કે ભલે અમારા પરિવાર ની દિવાળી બગડી પણ સ્ટાફની દિવાળી ન બગડે તે માટે સરાનીય પ્રયાસના ભાગરૂપે પોતે બીજા જ દિવસે પગાર બોનસ મીઠાઈ આપવા પહોંચી ગયા હતા, બાકી ગામ લણવા પણ લોકોને લણવા દે, હાથ હંમેશા સેવામાં છૂટો,