ગુજરાતમાં ઘણીવાર શાળાઓ કોલેજોમાં એવું કૃત્ય અથવા બીના ઘટે કે ચર્ચાનો વિષય થઈ જાય, કોલેજ બનાવવા અને સ્થાપવા તથા કોલેજ નું નામ રોશન કરવા અનેક લોકોએ ફાળો આપ્યો હોય પણ ઘણા તુનમિજાજી એવા ઇતિહાસના પાનામાં રહી ગયેલા કેટલા પન્નાઓને કારણે કોલેજનું નામ બદનામ થતું હોય છે ત્યારે બીબીએ ની પરીક્ષામાં એક વિદ્યાર્થી ઉપર શંકા જતા કોલેજના ત્રણ ટપોરી એવા સ્ટાફે વિદ્યાર્થી પાસે જઈને ચાલુ પરીક્ષામાં ઉભો રાખ કરીને ખિસ્સા ફંફોળ્યા, કશું વાંધાજનક ન મળતા ચાલ્યા ગયા, બાદ દસ મિનિટ પછી વિદ્યાર્થીને લોબીમાં લઈ ગયા. લોબીમાં ખિસ્સા તપાસી, જોયા બાદ પાછો પેપર લખવા બેસવા દીધો પછી 20 મિનિટ બાદ વોઇસ પ્રિન્સિપાલની મંજૂરી લઈને આવ્યા કે આ વિદ્યાર્થીને સૌચાલયમાં લઈને અંગઝડતી કરો, ત્યારે ત્રણેય સ્ટાફના પ્રોફેસર કારકુન દ્વારા પેન્ટ આખુ ઉતાર, જાંગીયો કાઢ, આવી વિકૃતિ આનંદ લઈને વિદ્યાર્થીને માનસિક ડિપ્રેશનમાં નાખી દીધેલ જે વિદ્યાર્થીએ ઘરે ચિઠ્ઠી લખીને જણાવેલ કે હું ઘર છોડીને જાઉં છું મને શરમ આવે છે ત્યારે વિદ્યાર્થીના મા-બાપે દીકરાની ચિઠ્ઠી બાદ શોધખોળ આદરતાપુત્ર મળી આવેલ પણ જે દીકરો ડિપ્રેશનમાં ગયો તેના જવાબદાર પોપટીયા એવા ટપોરીઓ સામે કાર્યવાહી કેમ નહીં? ઉચ્ચ કક્ષાએ મંજૂરી કરી તે આપી?.. શું સત્તા છે ખરી? સુ આ કોલેજ છે કે જેલ? અંગઝડતી ફક્ત પોલીસ અને જેલમાં થાય ત્યારે કોલેજ બની વિદ્યાર્થીઓ માટે જેલ??
વિગતો અનુસાર ગ-પ પાસે આવેલી બીબીએ, બીપીસી બીએ કડી કોલેજ દ્વારા એક વિદ્યાર્થીને જોવા જઈએ તો રેગિંગ પણ કહી શકાય, અને વિકૃત આનંદ લેવા કૃત્ય કર્યું હોય તેવું પણ જોઈ શકાય છે, ત્યારે હમણાં જ એક રસોઈયા એ વિદ્યાર્થીને માર મારેલ ત્યારબાદ ઈતિહાસમાં નખ ઘટેલી ઘટના વિકૃત આનંદની કે પછી રેકિંગની ઘટના ઘટવા પામી છે, ત્યારે બીબીએ ની પરીક્ષામાં એક વિદ્યાર્થીને ઉપર કોપીની શંકા જતા તેને આખા ક્લાસમાં બે જ પર ઉભો રાખીને અંગઝડતી લેવામાં આવી હતી, બાદ કશું ન મળતા અનેક પ્રકારની ડરામણી ધમકીઓ આપીને કહેવા લાગ્યા કે કોપી હોય તો આપી દે, ત્યારે વિદ્યાર્થીએ જણાવેલ કે મારી પાસે કોપી છે જ નહીં, ત્યારબાદ બીજી 10 મિનિટ બાદ વિદ્યાર્થીને લોબીમાં લઈને આવ્યા હતા, ત્યાં લોબીમાં ખિસ્સા ફંફોળીયા, ત્યારબાદ વાંધાજનક ન મળતા પેપર લખવા બેસવા દીધો, ત્યારે એક જણે કીધું કે પેન્ટ ઉતરાવો તો બીજા એ કીધું કે મંજૂરી ઉપરથી લાવવી પડે, ત્યારે કયા હોદેદારે મંજૂરી આપી દીધી, બાકી આ મંજૂરી અપાય કે કેમ? તે આ હોદેદારને ખબર છે ખરી? ત્યારે મંજૂરી આપ્યા બાદ વિદ્યાર્થી પેપર લખતો હતો ત્યાંથી ફરીથી બૂમ પાડીને જણાવેલ કે ચાલો સૌચાલયમાં અંગઝડતી કરવાની છે, ત્યારે વિદ્યાર્થીને અનેક વિદ્યાર્થીઓ સામેથી વરઘોડો ના નીકળવાનો હોય તેમ લઈ ગયા અને સૌચાલયમાં કોલેજના પ્રોફેસર કહેવા કે ટપોરી? ત્યારે અખબારમાં આવા નામ લખતા પણ શરમ આવે પણ ટપોરી કરતા પણ ટણપા કહેવાય ત્યારે વિદ્યાર્થીને કીધું કે પેન્ટ ઉતાર પેન્ટ ઉતરાવ્યા બાદ કહે જાંગીયો પણ ઉતાર, તું આ કોલેજ કહેવાય કે રેગિંગ અને વિકૃત આનંદ મેળવવાનું એપી સેન્ટર? કોલેજ કે જેલ? ત્યારે વિદ્યાર્થીની તમામ અંગજડતી બાદ કશું જ ન મળતા વિદ્યાર્થીને પેપર લખવા બેસવા દીધો તો આ વિદ્યાર્થીને અનેક હજારો વિદ્યાર્થી જોઈ રહ્યા હતા જે માનસિક યાતના ભોગવી તેનું શું? વિદ્યાર્થીએ પોતે ઘરે આવીને બે દિવસ ઘરનું બારણું ન ખોલ્યું અને પછી ચિઠ્ઠી લખીને ઘર છોડીને ચાલ્યો ગયો ત્યારબાદ તપાસ માબાપે કરાવતા વિદ્યાર્થીને સમજાવીને લાવ્યા બાદ વિગત જાણતા અનેક લોકોએ આ રેગિંગ અને વિકૃત આનંદ મેળવવાનું એપી સેન્ટર એવું કડી કોલેજ નું નામ હોય તેવું લાગતા પ્રાથમિક પૂછપરછમાં આ માહિતી જાણવા મળેલ ત્યારે ખિસ્સા ફંફોળીયા તે બરાબર પણ સૌચાલયમાં લઈ જઈને પેન્ટ જાંગિયો ઉતરાવો તે ક્યાંનો ન્યાય??
જવાબદાર હોદેદાર કે પદાધિકારીનું નામ ખુલ્યું છે, ત્યારે તેમણે મંજૂરી આપી હતી, ત્યારે ખિસ્સા ફંફોળીયા બાદ અંગઝડતીની સત્તા છે ખરી? જો હા તો બતાવો, ત્યારે બીબીએ ની પરીક્ષામાં ચોરી અથવા કોપી લાવ્યો હોય તે શંકા ના આધારે વિદ્યાર્થીને જીવથી જાય તેવો માનસિક ત્રાસ આપેલ હોવાની પણ માહિતી પ્રાપ્ત થયેલ છે, કડી કેમ્પસ કોલેજ આજે વર્ષોથી નામ ધરાવે છે, ત્યારે હોદેદાર કે પદાધિકારીનું અને અનેક કોલેજોમાં બનેલા ભુવાઓનું અડ્ડો બની ગયું છે, હમણાં જ વિદ્યાર્થીની સલામતી જેવું આ કોલેજમાં દેખાતું નથી, આજે સરકારી કોલેજો છોડીને પ્રાઇવેટમાં નાણાં ખર્ચીને અહીંયા ભણાવતા મા-બાપને ખ્યાલ છે, કે આ કોલેજ છે કે જેલ? અંગઝડતી ના નામે પેન્ટ અને જાંગીયો પણ ઉતારીને વિદ્યાર્થીને બદનામ કરી દેવાનો કડી કોલેજ યુનિવર્સિટી દ્વારા આ ઘટના અમે એટલે લખીએ છીએ કે, જો દીખતા હૈ વહી લીખતા હૈ ત્યારે બાળક જે ડિપ્રેશનમાં ગયું તેની જવાબદારી કોની?
બોક્સમાં લેવું….
–>> રેગિંગ કે વિકૃત આનંદ? મંજૂરી આપનાર હોદેદાર કે પદાધિકારી પોપટલાલની જવાબદારી હતી, આ મંજૂરી કઈ રીતે અપાય તેમને સત્તા છે ખરી?
–>> વિદ્યાર્થીને પ્રથમવાર ઉભો રાખીને પ્રદર્શનમાં મૂકીને અંગઝડતી કરી કશું ન મળ્યા બાદ સ્ટાફ જતો રહ્યો, થોડીવાર બાદ બીજીવાર સ્ટાફ વિદ્યાર્થીને બહાર લઈ ગયો લોબીમાં, લોબીમાં ચકાસ્યા બાદ કશું ન વાંધાજનક મળતા પાછો પેપર લખવા બેસવા દીધો, ત્યારબાદ અંગઝડતી કરવા ઉચ્ચકક્ષાથી મંજૂરી લઈને ક્લાસમાંથી સૌચાલયમાં લઈ ગયા, ત્યાં પેન્ટ ઉતરાવ્યું, બાદમાં જાંગીયો કાઢ, શું આને રેકિંગ ગણવું કે વિકૃત આનંદ?
–>> વર્ષો સુધી સિંચીને મોટી કરેલી કોલેજને અમુક તત્વો હવે બદનામ કરીને આ કોલેજનો ખૂબ કાઢવા નીકળ્યા છે હોદેદાર કે પદાધિકારીને ખબર છે કે આ મંજૂરી તમે આપી ત્યારે વિદ્યાર્થીના આરોગ્ય ડિપ્રેશન ઉપર શું અસર થશે? વિદ્યાર્થી કોઈ અજુગતું પગલું લઈ લે તો કોલેજને શું? લોકો સરકારી માંથી પ્રાઇવેટ માં શું કામ ફી ભરીને ભણાવે છે તમારું નાટક અને તમારો તમાસો જોવા? હજુ ગબ્બર જેવા પત્રકારો જીવી જ છે, જે કલમના ધણી છે, બાકી આ ઘટના ખોટી હોય અને ટપોરીઓ સાચી માના દીકરા હોય તો લલકારજો, માનવ મિત્રને બાકી સત્યમેવ જયતે
–>> હમણાં થોડા દિવસ પહેલા વિદ્યાર્થીને માર મારવાની ઘટના કોલેજમાં બની હતી એ પછી સૌથી મોટી ઘટના આ કહી શકાય