ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું રાતોરાત સ્થળ કેમ બદલાયું? અંદરના ડખા બહાર આવ્યા?

Spread the love

ગુજરાતમાં ૨૫ વર્ષથી એક હથ્થું શાસન ભાજપ કરી રહ્યું છે ત્યારે આ પાર્ટીને સિંચવવા અનેક લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે પાર્ટીને મોટી કરવા અને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કાર્યકરોએ કરેલા છે ત્યારે નવી ભરતી પાર્ટીમાં આવતી જ રહે છે ત્યારે દિવાળીના તહેવારો બાદ દરેક પાર્ટી પક્ષ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યારે સ્નેહમિલન કાર્યક્રમ વાવોલ ખાતેના ‘કમલા કુંજ’ ખાતે યોજવાનો હતો અને વોર્ડથી લઈને જાહેરાત પણ થઈ ગઈ હતી

ત્યારબાદ એકાએક રાતોરાત સ્થળ બદલવાનું કારણ પણ અંદરો અંદરનો ખટરાગ અને ત્યાં કેમ? અહીંયા કેમ નહી? ત્યારે શહેર પ્રમુખ પણ આ મુદ્દે સેન્ડવીચ બની ગયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ દ્વારા રવિવારના રોજ વાવોલ ખાતેના કમલાપુંજ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજવાનો હતો ત્યારે એક નેતાએ પોતે ત્યાં રાખવાનો વિરોધ કરેલ અને આવવાનો પણ નેનૈયો ભણ્યો હતો, ત્યારે અંદરો અંદરના ખટરાગમાં શહેર પ્રમુખ પોતે સેન્ડવીચ બની ગયા હતા અને બાદમાં એક નેતાએ મન મોટું રાખીને જણાવેલ કે કંઈ વાંધો નહીં આપણે સ્થળ બદલીને અહીંયા કરી નાખીએ ત્યારે કાર્યક્રમ પછી રાધેશ્યામ પાર્ટી પ્લોટ માં યોજાયો હતો ત્યારે અનેક કાર્યક્રમોમાં ગણગણાટ થવા પામ્યો હતો કે આ સ્થળ હતું અને બદલાયું કેમ? પણ લોકોમાં એવું ચર્ચાયું કે અગાઉના સ્થળમાં પાણી ભરાયું હતું એટલે ત્યારે આ વાત અનેક લોકોને ગળે ઉતરતી ન હતી ત્યારે ભાજપનો ડખો હજુ ચાલી રહ્યો છે અને ડખામાં વિવાદના મોટા બખા પડી રહ્યા છે અને અનેક સખાઓ તમાશો જાેઈ રહ્યા છે ત્યારે દિવાળીનો તહેવાર એટલે આપસી મતભેદ ભૂલીને નવા વર્ષની શરૂઆત કહી શકાય, ત્યારે કાળીચૌદસે ભલભલા કકળાટ હોય તો નીકળી જાય ત્યારે કોઈ નેતાએ આ કકળાટ કાઢવા ચાર રસ્તે ન જઈને ખિસ્સામાં અને મગજમાં ભરી રાખ્યો હોય એટલે વિવાદ ચાલુ જ રહે, ત્યારે પાર્ટી પક્ષને નુકસાન જઈ રહ્યું છે તે પણ વિચારવું જાેઈએ હવે કાળી ચૌદસ તો આવવાની નથી પણ આ કકળાટ ને કાઢવા શહેર પ્રમુખથી લઈને અનેક પનો ટૂંકો પડી રહ્યો છે પણ હા શહેર પ્રમુખ દરેક સમસ્યા કાર્યકરોનો અંદરનો ખટરાગ પોતે શિવજીની જેમ વીસ ના પ્યાલા પી લે તેમ પી રહ્યા છે એટલે પેટ ગાગર જેવું કરીને ફરી રહ્યા છે હમણાં પેટ ઘટ્યું છે, પણ તે કસરત કરવાના કારણે ત્યારે આ ડખા ના કારણે અનેક લોકો કોઈની પાસે બેઠા હોય તો આ ગ્રુપનો માણસ છે આનો લાડકો છે તેવું ચર્ચાઈ જાય છે ત્યારે સ્થળ બદલવાનું કારણ ફક્ત અને ફક્ત વાદવિવાદ અને ખટરાગ છે, તેમાં બે મત નથી બાકી શહેરમાં ૧૦ ઇંચ વરસાદ નહોતો પડ્યો કે પાણી ભરાઈ જાય બાકી ઘણા ને રાય ભરાઈ ગઈ હોય એટલે શહેર પ્રમુખથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને આ કકળાટ કાઢો કાઢો કાઢો અને પાર્ટી પક્ષને મજબૂત કરો તેવી સૌ કાર્યકરોની લાગણી બાકી આમાં કાર્યકરોનો ખો નીકળી જાય છે ત્યારે અલ્પેશજી ઠાકોર દ્વારા યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.


કોરોનાની મહામારી કરતા પણ ખટરાગ અંદરો અંદરનો મહા રોગ છે, દર વર્ષે કાળી ચૌદસ આવે છે, ત્યારે કાળો કકળાટ કાઢવાનો અને ચાર રસ્તે મૂકી આવવાનો સફળ દિવસ કહી શકાય પણ હવે મગજની રાઈને કાઢવી તે શહેર પ્રમુખનો પનો પણ આ કકળાટ કાઢવા પનો ટૂંકો પડે છે, બાકી કાર્યકરોનો ખો નીકળી જાય તેવો ઘાટ છે,સ્થળ બદલવાનું કારણ કોઈને ભલે ગળે ઉતરી જાય, પણ ૧૦ ઇંચ શહેરમાં વરસાદ નહોતો પડ્યો કે પાણી ભરાઈ જાય, ત્યારે રિસામણા અને મનામણા વચ્ચે શહેર પ્રમુખ સેન્ડવીચ બની ગયા જેવો ઘાટ છે, બાકી શહેર પ્રમુખ પાર્ટી પક્ષનો પ્રશ્નો હોય એટલે વાત દબાવવાનો ભલે પ્રયત્ન કરે પણ ગમે ત્યાંથી માહિતી મળી જ જાય, વિભિસણોની સંખ્યા પણ વધુ છે, એટલે અંદરો અંદરનો ખટરાગ માં કાર્યકરો લપાતા છુપાતા કામ કરતા હોય તેવો ઘાટ છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com