કમિશનરના ૨૦૨૩-૨૪ નાં અંદાજપત્ર અંતર્ગત અંદાજીત રૂ. ૧૮૧૧ કરોડ સામે રૂ. ૧૫૪૭ કરોડ કેપિટલ આવક તેમજ  રેવન્યુ આવક રૂ. ૬૩૬૪ કરોડ સામે રૂ. ૨૯૮૦ કરોડ  આવક થઈ

Spread the love

સને ૨૦૨૩-૨૪ મ્યુનિસીપલ કમિશનરનું રૂ.૮૪૦૦ કરોડનું બજેટ બનાવવામાં આવ્યું હતું

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા ખાતા દ્વારા પ્રકાશિત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે ગત વર્ષ એટલે કે સને ૨૦૨૩-૨૪ નું બજેટ બનાવતા પુર્વે અમદાવાદ મ્યુનિસીપલ કોપોરેશને પ્રથમ વખત “Participatory Budget- Citizen Centric Budget” અંતર્ગત શહેરીજનો પાસે મંગાવેલ સુચનોનું વિશ્લેષણ આધારીત સને ૨૦૨૩-૨૪ મ્યુનિસીપલ કમિશનરનું રૂ.૮૪૦૦ કરોડનું બજેટ બનાવવામાં આવેલ , ગત વર્ષે સને ૨૦૨૩-૨૪ માં મંગાવેલ સૂચનો પૈકી ૩૪ % સૂચનો નવા સમાવિષ્ટ વિસ્તાર સહિત શહેરમાં મુળભૂત પાયાની જરૂરિયાતો જેવી કે રોડ, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા સફાઇને લગતા હતા તે પૈકી ભૌતિક તેમજ નાણાંકીય રીતે સંભવ તેવા સૂચનો જે તે વિભાગ દ્વારા અ.મ્યુ.કોર્પોનાં “Own Budget”તથા રાજ્ય /કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત હાલમાં પ્રગતિમાં છે.મુળભૂત પાયાની જરૂરિયાત ઉપરાંત ગત વર્ષે સને ૨૦૨૩-૨૪ માં મંગાવેલ સૂચનો પૈકી ૨૫ % સૂચનો કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, રીડીંગ હોલ,સ્વીમિંગ પુલ વગેરે માટેના હતા જે અંતર્ગત સંબધિત વિભાગ દ્વારા સંબધિત ઝોનની સ્થળ ઉપરની સંભાવના, ઝોનની જરૂરિયાતની પ્રાથમિકતા તથા નાણાકીય તરલતાને ધ્યાનમાં રાખીને હાથ ધરેલ આયોજનનાં અમલીકરણની કામગીરી કરવામાં આવેલ છે.વધુમાં સને ૨૦૨૩-૨૪ નાં કમિશનરના અંદાજપત્ર અંતર્ગત અ.મ્યુ.કોર્પોમાં અંદાજીત કરવામાં આવેલરૂ. ૧૮૧૧ કરોડ સામે રૂ. ૧૫૪૭ કરોડ (૮૫%) કેપિટલ આવક તેમજ અંદાજીત કરવામાં આવેલ રેવન્યુ આવક રૂ. ૬૩૬૪ કરોડ સામે રૂ. ૨૯૮૦ કરોડ (૪૭%) આવક થયેલ છે. જ્યારે અંદાજવામાં આવેલ રેવન્યુ ખર્ચ રૂ. ૪૯૦૦ કરોડ સામે રૂ. ૨૬૯૫ કરોડ (૫૫%) તેમજ અંદાજેલ કેપીટલ ખર્ચ રૂ. ૩૫૦૦ કરોડ સામે રૂ. ૨૨૬૬ કરોડ (૬૫%) ખર્ચ થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com