લુંટ કરી મેળવેલ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ:૦૨ તથા રોકડા રૂપીયા તથા છરી તથા ગુનામાં વાપરેલ મો.સા મળી કુલ્લે કીમત રૂપીયા ૧,૦૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા
અમદાવાદ
મે.પોલીસ કમિશ્નર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેક્ટર- ૨ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૫ તથા મદદનીશ પો.કમિ. “આઈ” ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર સી.આર.રાણા તથા પોલીસ ઈન્સપેક્ટર એન.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ તા:૨૩/૧૧/૨૦૨૩ ના રોજ સર્વે સ્કોડના I/C એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩ તથા એ.એસ.આઈ મહેન્દ્ર દાજીરાવ બ.નં.૭૮૦૪ તથા સ્ટાફના માણસો સાથે મિલકત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઈ મહેન્દ્ર દાજીરાવ તથા પો.કો ધર્મેન્દ્ર ડાહ્યાભાઈ બ.નં.૬૪૬૪ ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે રામોલ માટલા સર્કલ પાસે પંચો સાથે વોચ તપાસ કરતા આરોપીઓ નં.૧ યાસીન મુનાફભાઈ વોરા ઉવ:૨૫ રહે:૫ જનતાનગર રામોલ અમદાવાદ શહેર તથા નં.૨ સર્ફરાજ ઉર્ફે દત્તુ અબ્દુલઅહેમદ અંસારી ઉવ:30 રહે:પાણીની ટાંકી પાસે સુરતી સોસાયટી રામોલ અમદાવાદ શહેર નાઓને પોતાના કબજામાં નંબર વગરના સીલ્વર કલરના સ્પેલન્ડર મો.સા કીમત રૂપીયા ૫૦,૦૦૦/- તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ:૦૨ કીમત રૂપીયા ૫૦,000/- તથા છરી તથા રોકડા રૂપીયા ૧૦૦૦/- મળી કુલ્લે કીમત રૂપીયા ૧,૦૧,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી સદરી આરોપીઓની પુછપરછ દરમ્યાન તેઓએજણાવેલ કે તેઓની પાસે કોઈ કામ ધંધો ન હોય અને પૈસાની જરૂર હોય અને તા:૧૪/૧૧/૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં બન્ને આરોપીઓ પોતાના કબજાનુ ઉપરોક્ત મો.સા લઈ રામોલ સુરતી સોસાયટીના નાકે આવેલ જ્યા એક મો.સા લઈ બે માણસો ઉભા હતા જેથી તેઓ બન્ને જણા તેઓની પાસે ગયેલ અને બન્ને આરોપીઓએ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી તમે દારૂ ગાંજાનો ધંધો કરો છો તેમ કહી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેઓને પોલીસ સ્ટેશન લઈ જવા જણાવી અલગ રસ્તે લઈ જતા તે બન્ને માણસોએ સાથે જવા ના કહેતા આરોપી નં.૨ નાએ પોતાની પાસે રહેલ ઉપરોક્ત છરી એક માણસના ગળે મુકી આરોપી નં.૧ નાએ બન્ને ઈસમોના ખીસ્સા ચેક કરી બન્ને ઈસમો પાસેથી ઉપરોક્ત મોબાઈલ ફોન લુટી લઈ ત્યાંથી જતા રહેલ હોવાની કબુલાત કરતા ઉપરોક્ત મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી બન્ને આરોપીઓને સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી સદર બનાવ સબંધે બન્ને આરોપીઓ વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૧૨૨૯/૨૩ ધી ઈપીકો કલમ ૧૭૦,૩૯૭,૩૯૨,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો દાખલ કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કાર્યવાહી કરનાર ટીમના માણસો:
એ.એસ.આઈ.હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩
એ.એસ.આઈ મહેન્દ્ર દાજીરાવ બ.નં.૭૮૦૪
પો.કો ધર્મેન્દ્ર ડાહ્યાભાઈ બ.નં.૬૪૬૪
પો.કો પ્રકાશભાઈ રઘુભાઈ બ.નં.૧૧૬૩૨
વુ.પો.કો સેજલબેન કનૈયાલાલ બ.નં.૫૧૨૬