રામોલમાં વસ્ત્રાલ પ્રણામી બંગ્લોઝના સિક્યુરીટી ગાર્ડનું અજાણ્યા રિક્ષા ચાલકે ખૂન કરેલ તે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી મનીષકુમાર વિનોદભાઈ સૈની

અમદાવાદ

ગઈ તા.૨૨/૧૧/૨૦૨૩નારોજ બપોરના આશરે સવા એક વાગ્યાના સુમારે એક અજાણ્યો રિક્ષા ચાલક વસ્ત્રાલ, પ્રણામી બંગ્લોઝમાં સિક્યુરીટી ગાર્ડને સોસાયટીના એન્ટ્રી રજીસ્ટ્રરમાં એન્ટ્રી નહિ કરવા બાબતે ઝઘડો કરી જાનથી મારી નાખવાના ઈરાદે રિક્ષાના આગળના ભાગેથી ટક્કર મારી નીચે પાડી દઈ શરીરે જીવલેણ ઈજા પહોંચાડી ભાગી ગયેલ હતો. જે બનાવ સબંધે રામોલ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૧૨૨૮/૨૦૨૩ ઘી ઈ.પી.કો. કલમ ૩૦૭,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ, તેમા ઈજા પામનાર

તા.૨૪/૧૧/૨૩ ના રોજ મરણ ગયેલ છે. ઉપરોક્ત ગુનામાં હત્યા ની કલમ નો ઉમેરો કરવામા આવેલ છે. સદર ગુનો વણશોધાયેલ હોય જેથી, ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ ગુન્હામાં સંડોવાયેલ અજાણ્યા આરોપીને ત્વરીત શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે સુચના કરતા જે સુચના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર નિરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક દ્વારા અમદાવાદ ક્રાઈમબ્રાચ ની વિવિધ ટીમો કાર્યરત કરેલ હતી.ઉપરોક્ત સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એમ.એલ.સાલુંકે તથા પો.સ.ઈ. એ.કે.પઠાણ તથા ટીમના માણસો સદર ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલીક પોતાની ટીમના માણસોને બનાવવાળી જગ્યાની આજુબાજુમાં સી.સી.ટી.વી કુટેઝ ચેક કરતા તથા ત્યા આજુબાજુમાં રહેતા સાહેદોની પુપરછ કરી તેમજ ખાનગી બાતમીદારોને એક્ટીવ કરી સદર ગુનો શોધી કાઢવામાટેના પ્રયત્ન હાથ ધરેલ હતા. આમ આ ગુના ની કડી મેળવવા ની તજવીજ દરમ્યાન સ્ટાફ ના પોલીસ માણસો અ.પો.કો મહેન્દ્રસિંહ જગતસિંહ તથા અ.પો.કો.શીશપાલ હોશીયારસિંહને તેમના બાતમીદાર થી માહીતી મળેલ કે,”રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તા.૨૨/૧૧/૨૦૨૩નારોજ બપોરના આશરે સવા એક વાગ્યાના સુમારે એક અજાણ્યો રિક્ષા ચાલક પ્રણામી વસ્ત્રાલ બંગ્લોઝમાં સિક્યુરીટી ગાર્ડ ને સોસાયટીના એન્ટ્રી રજીસ્ટ્રરમાં એન્ટ્રી નહિ કરવા બાબતે ઝઘડો કરી જાનથી મારી નાખવાના ઈરાદે રિક્ષાના આગળના ભાગેથી ટક્કર મારી નીચે પાડી દઈ શરીરે જીવલેણ ઈજા પહોંચાડી ભાગી ગયેલ તે આરોપી નુ નામ મનીષકુમાર વિનોદભાઈ સૈની છે. જેને હાલ્ વસ્ત્રાલ સુરેલીયા સર્કલ જાહેર રોડ ઉપરથી પકડેલ છે.જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએથી આરોપી મનીષકુમાર વિનોદભાઈ શૈની ઉ.વ.૨૨ રહે,મ.ન.૮,હરીધામ સોસાયટી,સિલ્વર સીટીના ખાંચામાં, તક્ષશીલા સ્કુલ પાસે, રામોલ,અમદાવાદ શહેર મુળવતન ગામ, જાજવ તા, ખેડાગર થાના, સૈયા જી,આગ્રા (ઉતરપ્રદેશ) નાનો મળી આવતા જેને આજરોજ કાયદેસર ની કાર્યવાહી કરી અટક કરવમા આવેલ છે.આરોપીની પુછપરછ કરતા હકીકત જાણવા મળેલ કે પોતે ભાડાની સી.એન.જી. ઓટો રિક્ષા ચલાવે છે જે ઓટોરિક્ષા રેપીડો ઓનલાઈન એપમાં રજીસ્ટર છે. અને જે ઓનલાઈન એપમાં આવેલ મેસેજ આધારે ઓનલાઈન ઓટોરિક્ષા બુક કરાવનાર ને લેવા મુકવાનુ કામ કરે છે. ગઈ તા. ૨૨/૧૧/૨૦૨૩ ના રોજ બપોરના આશરે સવાએક વાગ્યાના સુમારે પોતાની રેપીડો ઓનલાઈન એપમાં રિક્ષા બુકીંગ નો વસ્ત્રાલ પ્રમાણી બંગ્લોઝ ખાતેનો મેસેજ આવેલ જે આધારે પોતે પોતાની રિક્ષા લઈ વસ્ત્રાલ પ્રણામી બંગ્લોઝ ના ગેટ પાસે ગયેલ અને ત્યાનાં સિક્યુરીટી ગાર્ડ સાથે સોસાયટીના એન્ટ્રી રજીસ્ટરમાં એંટ્રી કરવા બાબતે બોલાચાલી ઝઘડો કરેલ અને સિક્યુરીટીને માર મારી તેમન પોતાની ઓટોરિક્ષા થી સિક્યુરીટી ગાર્ડ ને જીવલેણ ટક્કર મારી નીચે પાડી શરીરે ઈજા પહોચાડી ભાગી ગયેલા હોવાની કબુલાત કરેલ હોય, જે આધારે રામોલ પોલીસ સ્ટેશન ખાતે મોત નિપજાવવાનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી પકડાયેલ આરોપીને રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

કામગીરી કરનાર માણસો

૧. પો.સબ.ઈન્સ. એ.કે.પઠાણ

૨. એ.એસ.આઈ ધાર્મિકકુમાર દિનેશભાઈ બ.ન. ૧૩૫૦૫

૩. અ.હે.કો.કીરીટસિંહ ગંભિરસિંહ બ.ન.૬૨૯૬

૪. અ.પો.કો. મહેંન્દ્રસિંહ જગતસિંહ બ.ન.૫૮૧૭

૫. અ.પો.કો. શીશપાલ હોશીયારસિંહ બ.ન.૮૯૩૮

૬. અ.પો.કો. સરદારસિંહ મહિપતસિંહ બ.ન. ૧૦૪૧૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com