પશુપાલન બચાવો સમિતિના પ્રમુખ નાગજી દેસાઈ
પશુપાલકો પોતાના ઘરે અથવા એમના કબજા ભોગવટાના વરંડામાં પોતાના પશુ રાખી શકે તેમા અ.મ્યુ.કોર્પો.કોઈ વાંઘો લેવો જોઈએ નહી.
અમદાવાદ
આજ રોજ બાપુનગરના ભીંડભંજન હનુમાન મંદિર દર્શન કરી પશુપાલકોએ ગુજરાત સરકારની અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નિતી સામે આંદોલન ની રણનીતી જાહેર કરી હતી. પશુપાલકોની માગણી છે કે રોડ ઉપર પશુ આવતા હોય અને નિર્દોષ લોકોને અકસ્માત થતા હોય તે વ્યાજબી નથી રખડતા ઢોરો ને ડબ્બામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પુરે તેનો અમોને કોઈ વિરોધ નથી.
પશુપાલન બચાવો સમિતિ ના પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ જણાવ્યુ કે પશુપાલકો પોતાના ઘરે અથવા એમના કબજા ભોગવટાના વરંડામાં પોતાના પશુ રાખી શકે તેમા અ.મ્યુ.કોર્પો.કોઈ વાંઘો લેવો જોઈએ નહી.તેની સામે પશુપાલન જયા રાખવામાં આવે છે. તેના માલીકીના ટેક્ષ બીલ,લાઈટ બીલ, આધાર કાર્ડ,ચુંટણી કાર્ડ, જેવા પુરાવા લઈને પોતાના ઘરે અથવા વંરાડામાં પશુ રાખવાનુ લાયસન્સ આપવુ જોઈએ અને અ.મ્યુ.કોર્પો.નકકી કરેલ નોંધણીની રકમ પણ પશુપાલક જોડે લેવી જોઈએ સાથે સાથે ભુતકાળમાં જયારે અ.મ્યુ.કોર્પોના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે વિજય નહેરા દ્વારા પશુપાલનની નોંધણી કરી હતી જેમાં અઢળક પશુપાલકોએ એક પશુ દિઠ રૂા.ર૦૦/ – નોધણી ફી આપી હતી.તેમજ રહેઠાણના પુરાવા આપ્યા હતા.અને કરોડો રૂપિયા અ.મ્યુ.કોર્પો.માં જમા કરાવયા છે. તે નોંધણી માન્ય રાખવી જોઈએ અથવા તો અમારા પૈસા ભર્યા રસીદ ના આધારે અ.મ્યુ.કોર્પોએ અમારી રકમ પરત આપવી જોઈએ તેમજ અ.મ્યુ.કોર્પો રાતો રાત અમદાવાદ શહેરની અંદર વર્ષ-૨૦૨૧ માં ૩૪ ગામો અમદાવાદ શહેર માં ભેળવી દીધા તેમજ મુકત કરવા જોઈએ અથવા પશુપાલકો માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવી જોઈએ. મગળવારે સમ્રગ ગુજરાત માંથી તેમજ અમદાવાદ માંથી મોટી સંખ્યામાં પશુપાલકો મેયરનો વિવિધ મુદાઓને લઈને ઘેરાવ કરશે તેમ પશુપાલન બચાવો સમિતિ ના પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ.