પાકિસ્તાનના કરાચીમાં રશીદ મિન્હાસ રોડ પર સ્થિત આરજે મોલમાં આજે (25 નવેમ્બર) ભીષણ આગ લાગી. આ આગમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. આ સિવાય 1 વ્યક્તિ ઘાયલ થયો છે. કરાચીમાં સ્થાનિક હોસ્પિટલ અને પોલીસના અધિકારીઓએ ડૉન ન્યૂઝને જણાવ્યું કે હોસ્પિટલોમાં નવ મૃતદેહો લાવવામાં આવ્યા છે. આઠ મૃતદેહોને જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર JPMC અને એક મૃતદેહ કરાચી (CHK) સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.તેમણે વધુમાં કહ્યું કે 18 વર્ષની ઇજાગ્રસ્ત છોકરીને કરાચીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેનું મૃત્યુ થયું હતું.
આ ઘટના અંગેનો અહેવાલ કરાચીના મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, જિલ્લા ડેપ્યુટી કમિશનર અલ્તાફ શેખે જણાવ્યું હતું કે આગ બાદ મોલમાંથી 22 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર JPMCમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાંથી 1નું રસ્તામાં જ મોત થયું હતું. આ અંગે ડીસીએ કહ્યું કે, બિલ્ડીંગમાં ચોથા માળ સુધી સફાઈ કરવામાં આવી છે, જ્યારે પાંચમા અને છઠ્ઠા માળની સફાઈનું કામ ચાલી રહ્યું છે.