રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મળશે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખ નું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ નું બેન્કો ને આ યોજનામાં જોડાવા આહવાન. બેન્કો સાથે ટૂંક સમયમાં યોજના માં જોડાવા અંગે ના એમ ઓ યુ કરશે રાજ્ય સરકાર 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને મળશે એક લાખનું લોન – ધિરાણ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે. કોરોના પછીની સ્થિતિમાં માતા- બહેનોને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનનો મુખ્યમંત્રીશ્રીનો ધ્યેય સાકાર થશે. મુખ્ય મંત્રીશ્રીએ રૂપિયા 175 કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવ્યું. ગ્રામીણ વિસ્તારોના 50 હજાર અને શહેરી ક્ષેત્રના 50 હજાર મળી કુલ 1 લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાનો મુખ્યમંત્રીનો સંવેદનશીલ અભિગમ ગ્રામીણ વિસ્તારોમાં યોજના નું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગ ના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરાશે. શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન કરશે અમલીકરણ. રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતાના સ્વમાન ભેર જીવવાના સપના -અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદીપક બનશે. શ્વેતક્રાંતિ માં અગ્રેસર ગુજરાતની નારી શકિતને હવે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના થી પોતાના નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌવત કૌશલ્ય અને સપના સાકાર કરવાની તક આપતા વિજય ભાઈ રૂપાણી.