
અમદાવાદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તમામ માન્ય યાત્રીઓની આરામદાયક યાત્રા અને બહેતર સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અને રેલવે વ્યવહારમાં અનધિકૃત યાત્રાને રોકવા માટે મેઈલ/એક્સપ્રેસની સાથે- સાથે પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં વગર ટિકિટ/અનિયમિત યાત્રીઓ પર અંકુશ મુકવા સતત તીવ્ર ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવે છે.આ વર્ષે દિપાલવીની તહેવાર સિઝનમાં અમદાવાદ મંડળ દ્વારા ટિકિટ ચેકિંગના વિવિધ પ્રકારના અભિયાન ચલાવવામાં આવ્યા. આ મોટા પાયે કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન મહિના નવેમ્બર 2023 માં 45046 કેસ નોંધતાં 3.49 કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત કરી. આ વર્ષે મંડળ દ્વારા એપ્રિલ 2023 થી નવેમ્બર 2023 સુધી વગર ટિકિટ, અનિયમિત ટિકિટ, વગર બુકિંગ સામાનના કુલ 2.63 લાખ કેસ અને 19.03 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી. 10 નવેમ્બર 2023 ના રોજ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ 25.42 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરી જે ટિકિટ ચેકિંગ વિભાગે એક નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે.તમામ યાત્રા કરી રહેલા યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે યોગ્ય રેલવે ટિકિટ પર જ યાત્રા કરો, આનાથી આપ રેલવે પ્રગતિમાં ફાળો આપીને, સન્માન સાથે યાત્રા પણ કરી શકશો.