જીએસટી ચોરી રોકવા માટે તમામ વ્યવસાયો માટે ઈ-બીલ ફરજીયાત કરવા કેન્દ્ર સરકાર તૈયાર

Spread the love

ચાલુ માસના અંતે અથવા જાન્યુઆરીના પ્રારંભે મહેસુલ સહિતની અધ્યક્ષતામાં રાજકીય સંકલન બેઠક થશે અને તેમાં નોટીસ પરની કાર્યવાહી વિશે માર્ગદર્શન આપવામાં આવશે

નવી દિલ્હી

જીએસટી ચોરી રોકવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલા વચ્ચે હવે તમામ વ્યવસાયો માટે ઈ-બીલ ફરજીયાત કરવાની દિશામાં કેન્દ્ર સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીથી ગ્રાહકો સુધી ઈ-બીલની આ પ્રક્રિયા બે-ત્રણ વર્ષમાં લાગુ થઈ જશે.હવે બીટુસી અર્થાત વેપારીથી ગ્રાહકના વ્યવહારમાં પણ આ પ્રકારે ઈ-બીલ અનિવાર્ય બનાવવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય આડકતરા કરવેરા બોર્ડનાં સભ્ય શશાંકે જણાવ્યું હતું કે જીએસટી પ્રક્રિયાને વધુ મજબુત બનાવવા તથા વેપારીથી ગ્રાહક વ્યવહારમાં પણ ઈ-બીલ ફરજીયાત બનાવવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે જીએસટીએનની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. અને વહેલીતકે તે શરૂ થાય તેવા પ્રયાસ છે. તેઓએ કહ્યું કે ક્યા વ્યવસાય ક્ષેત્રની તેની શરુઆત કરવી તેની ચકાસણી કરવામાં આવી રહી છે આવનારા વર્ષોમાં તે લાગૂ થશે. તેમણે ઉમેર્યું કે સરકારનો નિયમ છતાં પાંચ કરોડ તો ઠીક, 10 કરોડનું ટર્નઓવર ધરાવતા અનેક વેપારીઓ પણ ઇ-બીલ જારી કરતા નથી. જો કે, તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.2017-18 તથા 2018-19માં દાખલ રીટર્નમાં વિસંગતતા તથા ટેક્સની ઓપની ચૂકવણી મામલે કરવેરા વિભાગે 33000 વેપારીઓને નોટીસો ફટકારી છે. ચાલુ માસના અંતે અથવા જાન્યુઆરીના પ્રારંભે મહેસુલ સહિતની અધ્યક્ષતામાં રાજકીય સંકલન બેઠક થશે અને તેમાં નોટીસ પરની કાર્યવાહી વિશે માર્ગદર્શન આપવામાં આવશે.પ્રવર્તમાન નિયમો હેઠળ પાંચ કરોડ કે તેથી વધુનું ટર્ન ઓવર ધરાવતી કંપની-વેપારીઓ માટે વ્યવસાયથી વ્યવસાય અર્થાત વેપારી વ્યવહારમાં ખરીદ-વેંચાણ માટે ઈ-બીલ જારી કરવાનું ફરજીયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com