વધું રૂપિયા ખનખનતા હોય તો જ કેનેડા જજો, 1 જાન્યુઆરી 2024થી છાત્રો પર ભારણ વધશે

Spread the love

જેઓ આ મહિનાના અંતમાં કેનેડા જઈ રહ્યા છે કે પછી આગામી સમયમાં કેનેડા જવાનો પ્લાન બનાવી રહ્યા છે તેમના માટે એક ખાસ અને અત્યંત મહત્વના સમાચાર આવી રહ્યા છે. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશિપ મંત્રી માર્ક મિલરે આગામી સમયમાં મોટી સંખ્યામાં કેનેડા આવી રહેલા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સને ધ્યાનમાં રાખીને મહત્વની વાત જણાવી છે.

આ સાથે તેમણે કેનેડામાં જે જરુરી સુધારા વિદ્યાર્થીઓની દ્રષ્ટીથી જરુરી છે તેના પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું હોવાની વાત કરી છે. એટલે કે જે મહત્વના બદલાવ કરવાનો કેનેડાની સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તે 1 જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવશે. આ જે બદલાવ કરવામાં આવ્ય છે તેને જોતા હવે કેનેડા જવા માગતા વિદ્યાર્થીઓ છે તેમના ખિસ્સા પર ભારણ વધી શકે છે.

કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કરેલી જાહેરાત મુજબ હવે કેનેડામાં નવા વર્ષના પહેલા દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવનારા નવા નિર્ણયો મુજબ સ્ટડી પરમિટ માટે અરજી કરનારા પર કોસ્ટ-ઓફ-લિવિંગ (જીવન નિર્વાહ)ની આર્થિક જરુરિયાતોમાં નોંધપાત્ર વધારાનો સમાવેશ થાય છે.

માર્ક કહે છે કે, “આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક લાભ પૂરા પાડવામાં આવે છે. જોકે, આમ છતાં તેમણે કેનેડામાં જીવન નિર્વાહ કરવા માટે પડકારોનો પણ સામનો કરવો પડે છે. અમે કોસ્ટ-ઓફ-લિવિંગની સીમામાં સુધારો કરી રહ્યા છીએ, જેથી કરીને ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ (કેનેડા આવતા પહેલા) અહીંના કોસ્ટ-ઓફ-લિવિંગને સમજી શકે. આ ગણતરી કેનેડામાં તેમની સફળતા માટે ચાવીરૂપ છે. આ સાથે અમે એ પણ સુનિશ્ચિત કરવાનો વિકલ્પ શોધી રહ્યા છીએ કે (ઈન્ટરનેશનલ) સ્ટૂડન્ટ્સને રહેવા માટેની પુરતી વ્યવસ્થાઓ મળી શકે. લાંબા સમયથી અટકેલા ફેરફારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આર્થિક રીતે નબળી પરિસ્થિતિઓ અને શોષણથી બચાવશે.”

આ સાથે મહત્વની વિગતો આપવામાં આવી છે જેમાં 2000ના દાયકાની શરુઆતમાં એક અરજદાર માટે કોસ્ટ-ઓફ-લિવિંગનો માપદંડ 10,000 USD (અમેરિકન ડૉલર) જ રહ્યો હતો. પરંતુ હવે જીવન નિર્વાહનો ખર્ચ વધી રહ્યો છે, જે કટ-ઓફ વધીને 20,636 ડૉલર કરવામાં આવશે, જે લો-ઈનકમ કટ-ઓફ (LICO)ના 75 ટકાનું પ્રતિનિધિત્વ કરશે. આ આંકડાને કેનેડાના LICO મુજબ સુનિશ્ચિત કરવાનું છે કે આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડામાં થનારા ખર્ચના આર્થિક પડકારોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવશે.

આ પગલું માત્ર કેનેડામાં કોસ્ટ-ઓફ લિવિંગના ખર્ચની પ્રતિક્રિયા મુજબ કરાયું છે તેવું નથી પરંતુ આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામે યોગ્ય આવાસ શોધવા જેવા પડકારોનું પણ સમાધાન કરે છે. આમ કરવાથી જે વિદ્યાર્થીઓ કેનેડા આવવા માગે છે તેઓને ચોક્કસ નિર્ણય લેવા માટે મદદરૂપ થશે.

આ સિવાય કેટલીક ટેમ્પરરિ પોલિસમાં પણ સુધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એક મહત્વની બાબત વિદ્યાર્થીઓની ભણવા સાથે કમાવવાની બાબતનો પણ સમાવેશ થાય છે, એટલે કે હવે જે વિદ્યાર્થીઓ ઓફ-કેમ્પસ કામ કરી રહ્યા છે તેમની અઠવાડિયાના 20 કલાક કામની સીમામાં છૂટને 30 એપ્રિલ 2024 સુધી લંબાવવામાં આવી છે, આ સાથે કેનેડાની સરકાર દ્વારા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ માટે નોકરીને લઈને મહત્વની બાબત અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં દર અઠવાડિયા કામના કલાક 30 કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે.

નમસ્તે, આશા રાખીએ કે તમને આ વિગતો મદદરૂપ થશે, અમને ઘણાં યુવાનોના વિદેશ જવા અંગેના સવાલો મળી રહ્યા છે પરંતુ વિગતો અધૂરી આપવામાં આવે છે, સવાલ સાથે ઈ-મેઈલ કરો ત્યારે અભ્યાસ, ઉંમર, શહેર/ગામ વગેરે અને શા માટે વિદેશ જવું છે તેની વિગતો જરુર આપો. આ સિવાય તમે વિદેશમાં વસવાટ કરી રહ્યા હોવ અને ત્યાંની માહિતી અમારા સુધી પહોંચાડવી હોય તો પણ જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com