
અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર-2023 માં પશ્ચિમ રેલવેએ જીત્યા પાંચ કાર્યક્ષમતા પ્રદર્શન શિલ્ડ
અમદાવાદ
68 મું રેલવે સપ્તાહ કેન્દ્રીય સમારોહ – અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર (AVRSP)-2023 નું આયોજન શુક્રવાર, 15 મી ડિસેમ્બર, 2023 ના રોજ ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવશે. આ પ્રસંગે વર્ષ 2022-23 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી માટે ઝોનલ રેલવેને વિવિધ કાર્યક્ષમતા શિલ્ડ ની સાથે સાથે અધિકારીઓ/કર્મચારીઓને વ્યક્તિગત પુરસ્કાર એટલે કે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.આ સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં પ્રદર્શન માપદંડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઝોનલ રેલવે ને કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કરવામાં આવે છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રના દૂરંદેશી નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને ઊર્જાસભર પ્રેરણા હેઠળ, આ વર્ષે પશ્ચિમ રેલવે એ પાંચ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે પાંચ રાષ્ટ્રીય કાર્યક્ષમતા પ્રદર્શન શિલ્ડ હાંસલ કર્યા છે. વિવિધ કેટેગરીમાં કુલ 21 કાર્યક્ષમતા શિલ્ડ માંથી પશ્ચિમ રેલવેએ વેચાણ વ્યવસ્થાપન અને રેલ મદદ ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્ષમતા શિલ્ડ પ્રાપ્ત થયેલ છે.
પશ્ચિમ રેલવેએ ટ્રાફિક ટ્રાન્સપોર્ટેશન શિલ્ડ (દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) લેવલ ક્રોસિંગ અને રોડ ઓવર/અંડરબ્રિજ સેફ્ટી વર્ક્સ શિલ્ડ (પૂર્વ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) અને સ્ટોર્સ શિલ્ડ (મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) પણ હાંસલ કર્યા છે. એ પણ નોંધનીય છે કે પશ્ચિમ રેલ્વે પાંચ કાર્યક્ષમતા શિલ્ડ મેળવનાર એકમાત્ર ઝોનલ રેલવે છે જેણે છે અને ટેબલમાં આગળ છે. આ પ્રતિષ્ઠિત શિલ્ડ માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સંબંધિત પ્રમુખ વિભાગાધ્યક્ષ (PHOD) ની સાથે જનરલ મેનેજરને અર્પણ કરવામાં આવશે. શ્રી મિશ્રએ આ અસાધારણ સિદ્ધિ માટે પશ્ચિમ રેલવેની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ ગતિ ચાલુ રાખવા માટે પ્રેરણા આપી હતી.પશ્ચિમ રેલવેએ ઉત્કૃષ્ટ કામગીરી અને કેસોના તુરંત નિરાકરણ માટે રેલ મદદ શિલ્ડ પણ જીત્યા છે. પશ્ચિમ રેલવેએ વધુ સારી સેવા પ્રદાન કરવા અને તેના ઉપયોગકર્તાઓની ફરિયાદોને સૌથી કાર્યક્ષમ રીતે ઉકેલવા માટે સક્રિયપણે ઘણા પગલાં લીધાં છે. સરેરાશ નિકાલના સમયમાં તે હંમેશા મોખરે રહ્યું છે જે વર્ષ 2019-2020માં 1 કલાક અને 42 મિનિટ થી ઘટીને વર્ષ 2020-2021 માં 58 મિનિટ થઈ ગયું છે, જે વર્ષ 2021-2022 અને 21માં ઘટીને 21 મિનિટ થયું વર્ષ 2022-2023 માં નોંધપાત્ર 16 મિનિટ થયું છે. તેની પ્રશંસનીય કામગીરી જાળવી રાખીને પશ્ચિમ રેલ્વે એ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચના ત્રણ ઝોનમાં તેનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે.
પશ્ચિમ રેલવે એ તેના સતત પ્રયાસો અને મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ તેની તમામ રેલવે સંસ્થાઓ અને એકમોને સ્ક્રેપ-મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા માટે વર્ષ 2022-23 માટે સેલ્સ મેનેજમેન્ટ શિલ્ડ હાંસલ કરેલ છે. વર્ષ 2022-23 દરમિયાન પશ્ચિમ રેલવેએ વાર્ષિક લક્ષ્યાંક રૂ. 310 કરોડના સામે અંદાજે રૂ. 562 કરોડનું સ્ક્રેપ વેચાણ હાંસલ કર્યું હતું. પશ્ચિમ રેલવેએ વર્ષ 2022-23 માટે સ્ક્રેપ શિલ્ડ પણ પ્રાપ્ત કરેલ છે.આ સતત બીજું વર્ષ છે જ્યારે સ્ક્રેપ શિલ્ડ પશ્ચિમ રેલવે ને પ્રાપ્ત થયેલ છે.આ શિલ્ડ પશ્ચિમ રેલવેના મટીરીયલ મેનેજમેન્ટ વિભાગની અસાધારણ કામગીરીને કારણે પ્રાપ્ત થયેલ છે. તેમના સમર્પણ અને સખત પરિશ્રમ ને લીધે પશ્ચિમ રેલવેએ સુરક્ષિત ટ્રેન સંચાલન માટે વસ્તુઓની 100% ઉપલબ્ધતા, પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સપ્લાય ચેઇન ના ડિજિટાઇઝેશન અને સમગ્ર ભારતીય આધાર પર થર્ડ પાર્ટી નિરીક્ષણ મોડ્યુલના સફળ અમલીકરણ જેવા વિવિધ માપદંડ માં ટોચનું સ્થાન પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.નાણાકીય વર્ષ 2022-23 માં 108 મિલિયન ટનની વધુનું સર્વશ્રેષ્ઠ માલ લોડિંગ પ્રાપ્ત કરવા અસાધારણ પ્રદર્શનને કારણે પશ્ચિમ રેલવે ટ્રાફિક ટ્રાન્સપોર્ટ શિલ્ડ એનાયત કરવામાં આવેલ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 23% વધુ છે. આ સિદ્ધિ સાથે પશ્ચિમ રેલ્વે એ પ્રથમ નોન-કોલ બેલ્ટ ઝોનલ રેલવે હોવાનું ગૌરવ સાથે ભારતીય રેલ્વેની 100 મિલિયન ટનની ક્લબમાં પ્રવેશ કર્યો છે.ઉપરાંત, 20 મિલિયન ટનથી વધુનું ઇન્ક્રીમેન્ટલ માલ લોડિંગ તમામ ઝોનલ રેલવે માં સૌથી વધુ છે. પશ્ચિમ રેલવેની માલ લોડિંગ બાસ્કેટમાં કોલસો, કન્ટેનર, ખાતર વગેરે જેવી વિવિધ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાંથી કોલસાનો હિસ્સો માત્ર 15% છે. સતત પ્રયાસો ને કારણે, પશ્ચિમ રેલવે માલ લોડિંગ બાસ્કેટમાં નવી વસ્તુઓ ઉમેરવાની સાથે સાથે એ ટ્રાફિકને પુનઃપ્રાપ્ત કરી રહ્યું છે જે એક સમયે અન્ય સાધનો માં ખોવાઈ ગયું હતું.
વર્ષ 2022-23 દરમિયાન માર્ગ સલામતીના કાર્યોમાં પ્રશંસનીય કામગીરી ને લીધે, પશ્ચિમ રેલ્વેને લેવલ ક્રોસિંગ અને રોડ ઓવર/અંડરબ્રિજ સંરક્ષા કાર્યો પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે. વર્ષ 2022-23 માં લેવલ ક્રોસિંગના ફાટક મુક્તિ અભિયાન હેઠળ પશ્ચિમ રેલવેએ 171 ફાટકોને કાયમી ધોરણે બંધ કરી દીધા છે. પશ્ચિમ રેલ્વેએ બ્રોડગેજ પર લેવલ ક્રોસિંગ બંધ કરવા માટે રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલ લક્ષ્ય હાંસલ કર્યું એટલું જ નહીં પરંતુ સમગ્ર ભારતીય રેલ્વેમાં ટોચના સ્થાને રહેલા.સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ પર એટલે કે મુંબઈ અને દિલ્હી વચ્ચે, 42 લેવલ ક્રોસિંગ બંધ કરવામાં આવ્યા છે (130 માંથી), જે રેલ્વે દ્વારા ગતિને 130 પ્રતિ કલાક થી 160 પ્રતિ કલાક સુધી વધારવામાં મદદ કરશે. લેવલ ક્રોસિંગને કાયમી ધોરણે બંધ કરવાથી આ સ્થાનો પર અકસ્માત અટકાવવામાં મદદ થઈ છે તેમજ ટ્રેનોની ગતિ વધી છે અને સમયપાલનતા જાળવી રાખેલ છે.પશ્ચિમ રેલવેએ વર્ષ 2022-23 માં 35 રોડ ઓવરબ્રિજ (ROBs) નું પણ નિર્માણ કર્યું, જે ભારતીય રેલ્વેમાં સૌથી વધુ છે. તેવી જ રીતે, 80 રોડ અન્ડર બ્રિજ (RUBs) નું નિર્માણ કર્યું છે. આ માર્ગ સલામતીના આ પગલાંને પરિણામે રસ્તાના વપરાશકારો માટે પરેશાની મુક્ત યાત્રાની સાથે સાથે ટ્રેનો,ખાસ કરીને માલગાડીઓની અવરજવરમાં ગતિ આવી છે.