વસ્ત્રાલ, રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા બ્રીજની નીચેથી ઈકો કારના સાયલેન્સર નંગ-૨ સાથે બે વ્યક્તિની ધરપકડ કરતી અમદાવાદ  ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે અને મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર  જે. એચ. સિંધવની ટીમ સતત વધતા ઈકો કારના સાયલેન્સર ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારુ કાર્યરત હતા.દરમ્યાન પો.સ.ઇ. બી. યુ. મુરીમા ટીમ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા સારુ પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન પો. કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને મળેલ બાતમી આધારે વસ્ત્રાલ, રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા બ્રીજની નીચેથી (૧) બશીરઅખ્તર મોહંમદસબ્બીર અન્સારી ઉવ.૨૮ રહે. મુશીરભાઈના મકાનમાં, હાજી ગફ્ફારની ચાલી, ઉષા ટોકિઝ રોડ, ગોમતીપુર અમદાવાદ શહેર મૂળ વતન ગામ- વરલીપુર તા. મુસાફીરખાના જિ. સુલતાનપુર ઉત્તરપ્રદેશ તથા (૨) મોહંમદઈકબાલ અબ્દુલરહેમાન અન્સારી ઉવ.૩૯ રહે, મ.ન.-૬, ફોજદારની ચાલી, ઉષા ટોકિઝ રોડ, પુકાર બેકરી પાછળ, ગોમતીપુર અમદાવાદ શહેરને તેમના કબ્જામાંથી (૧) એક સિલ્વર કલર જુના જેવો ઈકો भीनी डेरी शेरव्ही गाडी सायन्सर भेना पर $499 09L MSIL 23-06-2023 19:11:44 АЛІНІ KUMA 42 નું લખાણ લખેલ છે. જેની કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા (૨) એક જુના જેવો ઈકો ફોરવ્હીલ ગાડીનો સાયલન્સર જેના પર 78L-COI SUZUKI MESL નું લખાણ લખેલ છે. જેની કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૯૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ કાર્યવાહી કરવામાં આવેલ.પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેઓ બંનેએ ભેગા મળી આજથી ચારેક માસ પહેલાં વિરાટનગર ચાર રસ્તા ખાતે બ્રીજ નીચેથી ઈકો મીનીકેરી ગાડીનું સાયલેન્સર પાના પક્કડ વડે ખોલી તથા આજથી આશરે ત્રણેક માસ પહેલાં ગોમતીપુર આમ્રપાલી સિનેમા પાસે મારૂતિ સુઝુકી કંપનીની ઈકો કારનું સાયલેન્સર પાના પક્કડ વડે ખોલી ચોરી કરી બંને સાયલેન્સરો ગોમતીપુર લાલ મીલ ચાર રસ્તા ખાતે લાવી મીલ કમ્પાઉન્ડમાં હથોડીથી સાયલેન્સરની કિંમતી માટી કાઢી એક થેલીમાં ભરી એ. આર. રાજપૂત ઉર્ફે તુફાન રહે, મોમીન મસ્જિદ પાસે, બાપુનગર સ્ટેડીયમ રોડ, બાપુનગર અમદાવાદ શહેરને રૂ.૫૦૦૦/- માં આપેલ હોવાનુ જણાવેલ.

શોધાયેલ ગુનાની વિગત

(૧) નિકોલ પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૧૯૧૦૧૫૨૩૦ ૪૯૦/૨૦૨૩ ઈ. પી. કો. કલમ- ૩૭૯

(૨) ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૮૨૩૧૨૪૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ- ૩૭૯

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

(૧) આરોપી બશીરઅખ્તર મોહંમદસબ્બીર અન્સારી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં છ વર્ષ પહેલાં મારા મારીના ગુનામાં પકડાયેલ છે. તેમજ હાલમાં ગોમતીપુર પો.સ્ટે. માં સાયલેન્સર ચોરીના અન્ય એકગુનામાં વોન્ટેડ છે.

(૨) આરોપી મોહંમદઈકબાલ અબ્દુલરહેમાન અન્સારી અગાઉ આઠ વર્ષ પહેલાં મારા મારીના ત્રણ ગુનાઓમાં પકડાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com