ભુજમાં ચાલું પરીક્ષાએ ધોરણ 10માં ભણતો 16 વર્ષનો પોલીસ પુત્ર બેન્ચ પર ઢળી પડ્યો

Spread the love

ભુજમાં ચાલું પરીક્ષાએ ધોરણ 10માં ભણતો 16 વર્ષનો પોલીસ પુત્ર બેન્ચ પર ઢળી પડ્યો હતો. ચાલુ પરીક્ષા એ હાર્ટ એટેક આવતા કિશોરનું મોત નિપજ્યું હતું. ચાલું પરીક્ષાએ યુવકનું અચાનક મૃત્યુ નીપજતાં અરેરાટી છવાઈ ગઈ હતી. આ ઘટનામાં માહિતી મળી છે કે ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં તૈનાત ASI ધર્મેન્દ્રસિંહ જીતુભા ઝાલાનો પુત્ર દક્ષરાજનું હાર્ટ એટેકથી મોત થયું છે. ભુજની ભાગોળે મુંદરા રોડ પર સેડાતા પાસે આવેલી સૂર્યા વરસાણી સ્કુલમાં ધોરણ 10માં ભણતો હતો. પુત્રના આકસ્મિક મૃત્યુના પગલે પોલીસ પરિવાર ઘેરાં આઘાતમાં સરી પડ્યો છે. ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં તૈનાત ASI ધર્મેન્દ્રસિંહ જીતુભા ઝાલા (રહે. સીમંધર સીટી, ત્રિમંદિર પાસે, ભુજ)નો પુત્ર દક્ષરાજ ભુજની ભાગોળે મુંદરા રોડ પર સેડાતા પાસે આવેલી સૂર્યા વરસાણી સ્કુલમાં ધોરણ ૧૦માં ભણતો હતો. કાલે સવારે શાળામાં ઈન્ટર્નલ પરીક્ષા આપતી વખતે દક્ષરાજ અચાનક બેન્ચ પર ઢળી પડ્યો હતો. તેને તત્કાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તબીબોએ સારવાર પૂર્વે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો માનકૂવા પોલીસે તબીબી સૂત્રોને ટાંકીને સિવિયર કાર્ડિયાક અરેસ્ટથી દક્ષરાજનું તત્કાળ મૃત્યુ નીપજ્યું હોવાની શક્યતા દર્શાવી છે. મૃતક દક્ષરાજ એકનો એક પુત્ર હતો. પુત્રના આકસ્મિક મૃત્યુના પગલે પોલીસ પરિવાર ઘેરાં આઘાતમાં સરી પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com