કોરોના કાળમાં પણ ટાટા સ્ટીલ તેના કર્મચારીઓને ધમાકેદાર દિવાળી કરાવશે. કંપની ૧૪ ઓક્ટોબર સુધીમાં ૨૪ હજાર કર્મચારીઓને ૩ લાખ સુધી બોનસ અપાશે દેશની દિ% સ્ટીલ કંપની ટાટા સ્ટીલ કોરોના મહામારીના કપરા સમયમાં પણ કર્મચારીઓને લાભ તૈયારી કરી છે. કોરોનાકાળમાં એક તરફ લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ ટાટા સ્ટીલ તેના કર્મચારીઓને બમ્પર લાભ આપશે. ટાટા જૂથના ટાટા સ્ટીલ કંપની કર્મચારી માટે બોનસની જાહેરાત કરી દીધી છે. કોરોનકલમાં પણ કંપની બમ્પર લાભ આપશે, ટાટા મેનેજમેન્ટ અને ટાટા વર્કર્સ યુનીય વચ્ચે સમજૂતીના આધારે ચાલુ વર્ષે બોનસ માટે ૨૩૫.૫૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
ટાટા જૂથ કોવિડ ૧૯ નાં સમયમાં પણ તેને વફાદાર રઅને કર્તવ્યનિષ્ઠ રહેનાર કર્મચારીઓને ત્રણ વર્ષની ગણતરીના આધારે બોનસ આપશે, બોનસ વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 માટે માન્ય રખાયું છે. આ બોનસ કંપનીના વિભિન્ન સ્થાન ઉપર કાર્યરત તમામ કર્મચારીઓને મળશે. જમશેદપુર યુનિટ સાથે તેની ટ્યુબ ડિવિઝનમાં કુલ 12,807 કર્મચારીઓ કુલ 142.05 કરોડ રૂપિયાનું બોનસ આપશે. આ રકમ કર્મચારીઓના બેંકના ખાતામાં 14 ઓક્ટોબર સુધી ચૂકવી દેવાશે. રૂપિયા ૯૩.૪૯ કરોડ કલિંગંગર પ્લાન્ટ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, નોવામૂડી, જામાડોબા, ઝરિયા અને બોકારો માઇન્સના 11,267 કર્મચારીઓને ફાળવવામાં આવશે.