લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા, અત્યાર સુધીમાં કુલ 141 સાંસદો પર કાર્યવાહી

Spread the love

સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી રહેલા વિપક્ષનો હંગામો ચાલુ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આઠ રાજ્યસભા સાંસદોને પણ સસ્પેન્ડ કરાયા હોવાના અહેવાલ છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 141 સાંસદો પર કાર્યવાહી થઈ ચૂકી છે.18 ડિસેમ્બર સુધીમાં સંસદના કુલ 92 સાંસદો સસ્પેન્ડ હતા.

આજે જે સાંસદોને સસ્પેન્ડ કરાયા તેમાં કોંગ્રેસના નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, શશિ થરુર, બીએસપી (નિષ્કાસિત) દાનિશ અલી, એનસીપીના સુપ્રીયા સુલે, સપા સાંસદ એસટી હસન, ટીએમસી સાંસદ માલા રોય, સપા નેતા ડિંપલ યાદવ, અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલકુમાર રિંકુ પણ સામેલ છે.

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુંકે તેઓ સદનમાં તખ્તિઓ લાવીને દેશની જનતાનું અપમાન કરી રહ્યા હતા. હાલની ચૂંટણીમાં ણળેલી હાર બાદ તેઓ હતાશાના કારણે આવા પગલાં ભરી રહ્યા છે. આ જ કારણ છે કે અમે એક પ્રસ્તાવ (સાંસદોને સસ્પેન્ડ કરવાનો) લાવી રહ્યા છીએ.

વિપક્ષી સાંસદોના સસ્પેન્શન પર સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે આજે લગભગ 40થી વધુ સાંસદ સસ્પેન્ડ થયા છે. ગઈ કાલે પણ લોકસભા અને રાજ્યસભામાં મળીને 80થી વધુ સાંસદો સસ્પેન્ડ થયા હતા. લોકત્રાંતિક વ્યવસ્થા માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે. જે વાતાવરણ અમે જોઈ રહ્યા છીએ, જ્યાં અમે સંસદમાં અમારી વાત રજૂ નથી શકતા તે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે.

બીજી બાજુ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ સંસદની અંદર અરાજકતા સિવાય બીજુ કશું નથી. તેમને આપણા દેશની સંસદીય પ્રણાલી પર રત્તીભર ભરોસો નથી. આથી સંસદમાં અરાજકતા, અરાજકતા અને અરાજકતા સિવાય બીજુ કશું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com