કોંગ્રેસ અને આપના ધારાસભ્યો તૂટી રહ્યાં છે અને હજી વધુ તૂટશે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. આવામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. સાથે જ તેમણે કોંગ્રેસને પોતાના ધારાસભ્યો સાચવવાની અપીલ કરી છે. તેઓએ સામે બળાપો ઠાલવતા કહ્યું કે, કોંગ્રેસે હવે કચરા માટે ગંભીર બનવાની જરૂર છે. કોંગ્રેસના વધેલાં કચરાને હવે ખુણામાં સાચવીને રાખવાની જરૂર છે. કિરીટ પટેલે આ નિવેદન કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માના કચરાવાળા નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ પક્ષપલટો કરનારા કોંગ્રેસના નેતાઓને પાર્ટીનો કચરો ગણાવ્યો હતો.
કોંગ્રેસ નેતા રઘુ શર્માએ કચરા શબ્દનો પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના બાગી નેતાઓ માટે તેઓએ કચરા શબ્દનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયામાં રઘુ શર્માનું નિવેદન વાયરલ થયું હતું. કિરીટ પટેલે કચરા શબ્દને લઈને વળતો પ્રહાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી હતા. તાજેતરમાં રાજસ્થાનની ચૂંટણીમાં રઘુ શર્માની હાર થઈ હતી.
ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસ પાર્ટી પર સવાલો ઉભા કરી દીધા છે. કોંગ્રેસમાં પક્ષપલટાની મોસમ વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાર્ટી માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હજુ કોંગ્રેસમાંથી 3-4 ધારાસભ્યો તૂટશે. તૂટતી કોંગ્રેસને બચાવવા મોવડી મંડળને મંથન કરવા સલાહ આપી છે. સાથે જ તેમણે રઘુ શર્માને જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસે હવે ગંભીર બનવાની જરૂર છૅ. કચરો હવે 16 જ રહ્યો છૅ, બધા જતા રહેશે તો ઘણી વખત કચરો પણ ઘરના ખૂણામાં સાચવી રાખતા હોઈએ છીએ. હજુ પણ ત્રણ ચાર ધારાસભ્ય તૂટશે. એટલા તૂટી રહ્યા છૅ જે માટે પક્ષના આગેવાનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે કહ્યું પણ કોંગેસ સીરિયસ નથી. ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી. આની જગ્યાએ ભાજપ હોત તો સંગઠન દ્વારા બેઠક કરી સમસ્યાનો હલ લાવ્યું હોત.
રઘુ શર્મા પર બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ દ્વારા આક્ષેપ કર્યો હતો છે કે ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા માટે કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને પડ્યા છે. રઘુ શર્માને હરાવવા ગુજરાત કોંગ્રસના નેતાઓ રાજસ્થાન જશે. રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે કોંગ્રેસનો સોદો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓએ રૂપિયા લઇ કોંગ્રેસનો સોદો કર્યો હોવાની વાત સામે આવી હતી.