શેરબજારમાં એકધારી રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ટીપ્સ આપનારા લેભાગૂ તત્વો મોટા પ્રમાણમાં મેદાનમાં આવી ગયા છે અને નબળી કંપનીઓમાં રોકાણ માટે રીટેઇલ ઇન્વેસ્ટરોને લલચાવીને ખેલ પાડતા હોવાની આશંકાને પગલે માર્કેટ રેગ્યુલેટર સેબીએ તવાઇ ઉતારી છે.
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં 100 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવતા શેરબ્રોકરો તથા ઇન્વેસ્ટરોમાં ખળભળાટ સર્જાયો છે.
રાજકોટમાં હરિહર ચોક, ઉપરાંત એજી ચોક નજીક સહિતના અમુક સ્થળોએ દરોડા કાર્યવાહી હોવાની ચર્ચા છે. ભારતીય શેરબજારમાં છેલ્લા નવેક મહિનાથી સળંગ તેજી છવાયેલી છે અને નવી-નવી ઉંચાઇ સર થઇ રહી છે જેને પગલે લાખોની સંખ્યામાં ઇન્વેસ્ટરો માર્કેટમાં પ્રવેશ કરીને જંગી રોકાણ ઠાલવી રહ્યા છે. નવા-નાના રોકાણકારોને છેતરવા માટે લેભાગૂ તત્વો પણ મેદાનમાં આવી ગયા હોય તેમ ‘ટીપ્સ’ની ભરમાર શરુ થઇ છે.
નાની-નબળી કંપનીઓ વિશે ઉજળુ ચિત્ર રજાુ કરીને નાના ઇન્વેસ્ટરોને ટીપ્સથી લાલચ આપવામાં આવે છે. અને પછી આ તત્વો જ શેરો વેચી નાખે છે. તેમાં ઇન્વેસ્ટરોના ગળામાં માલ આવી જાય છે અને ટીપ્સ ઓપરેટરો અઢળક નફો કરી લેતાં હોય છે.
ટેકનોલોજીના યુગમાં વોટ્સએપ ગ્રુપ તથા ટેલીગ્રામ ચેનલ્સ મારફત આ પ્રકારના કૃત્યો આચરવામાં આવતા હોવાનું કહેવાય છે. ફેસબુક, યુ-ટયુબ, રેડિટ, ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ મારફત જ નાના ઇન્વેસ્ટરોને છેતરવાના કારસ્તાનો થતા હોવાનું ધ્યાનમાં આવતા માર્કેટ રેગ્યુલેટર સેબી એલર્ટ થઇ જ હતી. કેટલાંક દિવસો સુધી ખાનગી રાહે તપાસ કરાયા બાદ હવે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. સેબીના સર્વેલેન્સ વિભાગના અધિકારીઓને પણ દરોડા કાર્યવાહીમાં જ જુદા જુદા 100 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી હોવાના નિર્દેશ છે.
સુત્રોએ કહ્યું કે, ઓપરેશન નાની કંપનીઓના શેરો એકઠા કરી લ્યે છે. ત્યારબાદ ટીપ્સ ફેરવવાનું શરુ કરે છે. ભાવ અનેક ગણા વધી ગયા બાદ પોતાના શેર વેચી નાખે છે. બાવ ઘટી જાય છે અને ઇન્વેસ્ટરો તેમાં ફસાઇ જાય છે.
સેબીના સૂત્રોએ કહ્યું કે શેરબજારની વર્તમાન તેજીનો ગેરલાભ ઉઠાવવા લેભાગૂ તત્વો મેદાનમાં આવ્યાનું જાણમાં જણાવ્યું હતું. દરરોજ અનેક નાની કંપનીઓમાં તેજીની સર્કિટ લાગતી જ રહે છે અને શંકાસ્પદ ટ્રેડીંગમાં તપાસ કરવામાં આવી હતી.
સેબીની દરોડા કાર્યવાહી બે દિવસથી ચાલી રહ્યાનો નિર્દેશ કરતા અધિકારીએ કહ્યું કે આ પૂર્વે વાત જાુનમાં પણ સેબીએ છ જેટલા બ્રોકીંગ હાઉસોમાં દરોડા કાર્યવાહી કરી હતી. જો કે, તેમાં હજાુ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. આ વખતે કોલકતાના પાંચ તથા મુંબઇના એક શેરબ્રોકર પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભૂતકાળમાં આકરા પગલાનો સામનો કરનારા એક ઓપરેટરના કનેકશનમાં આ દરોડા કાર્યવાહી થઇ હતી.
સેબીએ ચાલુ વર્ષમાં આ બીજી મોટી દરોડા કાર્યવાહી કરી છે. આ વખતે લલચામણી ટીપ્સ આપીને નાના ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા ઓપરેટરોને નિશાન બનાવ્યા છે. કેટલાંક વખતથી સોશ્યલ મીડિયામાં શેરબજારને લગતી ટીપ્સનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તેવા સમયે આ કાર્યવાહીથી ખળભળાટ છે.
સેબીના સુત્રોએ કહ્યું કે, નાના ઇન્વેસ્ટરોને લલચાવવા ટીપ્સ ઓપરેટરો દ્વારા વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચેનલ જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મમાં સામેલ કરવામાં આવે છે.
નાની કંપનીના શેરના ભાવ વધતા હોવાનું અને હજાુ વધુ વધવાની લાલચ આપીને ખરીદી માટે પ્રેરાય છે. ઇન્વેસ્ટરો દાખલ થયા બાદ લેભાગૂ ોપરેટર સરક્યુલર ટ્રેડિંગ થકી પોતાનો માલ વેચીને અઢળક કમાણી કરી લ્યે છે અને નાના રોકાણકારો ફસાઇ જાય છે.