ઔદ્યોગિક સંબંધ સંહિતા-2020 વિધેયક શનિવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. તેના અંતર્ગત હવે 300થી ઓછા કર્મચારીઓ વાળી કંપની સરકાર પાસેથી મંજૂરી લીધા વિના કર્મચારીની જ્યારે ઇચ્છે ત્યારે છટણી કરી શકશે, શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના વિરોધ વચ્ચે ગત વર્ષે વિધેયકોને પરત લેતા ઓક્યુપેશનલ સેફટી, હેલ્થ એન્ડ વર્કિંગ કેડી સંસ કોડ, 2020 અને કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, 2020 રજૂ કર્યા.
100 થી ઓછા કર્મચારીઓ વાળા ઔદ્યોગિક એકમ કે સંસ્થાના જ પૂર્વ સરકારી મંજૂરી વિના કર્મચારીઓને રાખી અને હટાવી શકે છે. આ વર્ષની શરૂઆતમાં સંસદીય સમિતિએ 300થી ઓછા સ્ટાફ વાળી કંપની સરકારની પરવાનગી વિના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવા અથવા કંપની બંધ કરવાનો અધિકાર આપવાની વાત કહી હતી. કમિટીના કહેવું હતું કે રાજસ્થાનમાં પહેલા જ આ પ્રકારની જોગવાઇ છે. તેનાથી ત્યાં રોજગાર વધ્યો અને છટણીના કિસ્સા ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ 2020 માં ધારા 17 (1) જોડવા પ્રસ્તાવ છટણી ની જોગવાઈ માટે સરકારે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ 2020માં ધારા 77(1) જોડવાનો પ્રસ્તાવ મુકયો છે. આ સેકશન અનુસાર છટણી અને પ્રતિષ્ઠાન બંધ કરવાની પરવાનગી તે જ પ્રતિષ્ઠાનો આપવામાં આવશે, જેના કર્મચારીઓની સંખ્યા ગત 12 મહિનામાં સરેરાશ 300થી ઓછી રહી હોય, સર કાર સૂચના જારી કરીને આ લઘુત્તમ સંખ્યાને વધારી શકે છે.
શ્રમ મંત્રી સાંસદને જણાવ્યું કે 29થી વધું શ્રમ કાયદા ને આચાર સંહિતામાં સામેલ કરવામાં આવ્યું છે. સંસદે ગત સત્રમાં તેમાંથી એક મજૂરી સંહિતા,2019ને પાસ કર્યુ હતુ. સરકારે વિભિન્ન હિતધારકો સાથે વિધેયકને લઇને લાંબી ચર્ચા કરી અને આશરે 6 હજારથી વધુ સૂચન મળ્યા. આ વિધેયકોને સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું અને સમિતિએ 233 ભલામણો માંથી 174 ને સ્વીકાર કર્યા ઔદ્યોગિક સંબંધ સંહિતા-2020ને છટણીવાળી જોગવાઇ પર શ્રમ મંત્રાલય અને કર્મચારી સંગઠનો વચ્ચે ગંભીર મતભેદ હતા. સંગઠનોના વિરોધને પગલે 2019ના વિધેયકમાં આ જોગવાઈ ન હતી. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી અને શશિ થરૂરે વિધેયકનો વિરોધ કર્યો, તિવારીએ કહ્યું, આ વિધેયક લાવતા પહેલા શ્રમિક સંગઠનો અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવી. જોઇતી હતી, શ્રમિકો સાથે સંબંધિત અનેક કાયદા હજુ પણ તેના દાયરામાં નથી, પરિણામે વાંધાઓ દૂર કર્યા બાદ તેને લાવવા માં આવે. સાથે જ થરૂરે કહ્યું કે તેમાં પ્રવાસી શ્રમિકો વિશે સ્પષ્ટતા નથી. વિધેયક અને નિયમો અંતર્ગત રજૂ કર્યાના બે દિવસ પહેલા સભ્યોને આપવુ જોઇતુ હતુ.