કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે હરિયાણાના કુરુક્ષેત્રમાં આયોજિત ‘આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ’માં ભાગ લીધો હતો.આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, વ્યક્તિ, સમાજ અને વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ ગીતાના ઉપદેશોમાં સમાયેલો છે. છેલ્લા દસ વર્ષમાં મોદીજીએ ભારતના ‘સ્વ’ને જાગૃત કરવાનું કામ કર્યું છે.
ભાજપ માને છે કે ભારતની મહાન સંસ્કૃતિને હંમેશા આગળ લઈ જવી જોઈએ અને આ મહાન સંસ્કૃતિમાંથી માર્ગદર્શન લઈને દેશની નીતિઓ બનાવવી જોઈએ. દેશના કાયદા અને નીતિઓમાં ભારતની ભૂમિનો સ્વાદ હોવો જોઈએ. સાથે જ જણાવ્યું કે ભગવદ ગીતાના ઉપદેશો ભારત અને વિશ્વના તમામ ભાગોમાં પહોંચવા જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગીતાનો સંદેશ દેશના દરેક ભાગમાં અને વિશ્વના દરેક ખૂણે પહોંચવો જોઈએ, તેથી આ ગીતા મહોત્સવ 2016 થી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાનું શરૂ થયું અને 7 વર્ષમાં આ મહોત્સવ તેની તમામ સફળતા પૂર્વક આગળ વધી રહ્યો છે.