દારૂ પીધેલો ઝડપાશે તો એક જ વાત આવશે કે અમે તો ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે : ગેનીબેન ઠાકોર

Spread the love

રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને લિકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સખસ શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ગેનીબેન ઠાકોરે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું છે કે ‘દારૂડિયાઓને હવે માઉન્ટ આબુ સુધી નહીં જવું પડે અને દારૂ પીને કોઈ ક્રાઇમ કરશે તો કહેશે, અમે તો ગિફ્ટ સીટીમાં દારૂ પીધો છે.’

રાજ્ય સરકારના આ નિર્ણયને વખોડી કાઢતાં વાવનાં કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગાંધીજીના ગુજરાતમાં બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં છે. ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બૂટલેગરોને મોટો ધંધો થાય એ માટે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂની જે છૂટ આપી છે એ નિંદનીય છે. કોઈપણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો ઝડપાશે તો એક જ વાત આવશે કે અમે તો ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે.

ગુજરાતને કલંકિત કરવાનો નિર્ણય: ગેનીબેન ઠાકોર ગુજરાતના દારૂડિયાઓને અને બૂટલેગરોને માઉન્ટ આબુ અને બીજાં રાજ્યોમાં ન જવું પડે એ માટે તેમને હવે ગુજરાતમાં જ વ્યવસ્થા મળશે. ગુજરાતને કલંકિત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ બાબતને અમે વખોડીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપો કે ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *