ડિસેમ્બર મહિનાનો અંત આકરો, જાન્યુઆરીમાં પણ કમોસમી વરસાદનો માર સહન કરવા તૈયારી રાખજો: અંબાલાલ પટેલ

Spread the love

ગુજરાતીઓ માટે ડિસેમ્બર મહિનાનો અંત આકરો બની રહ્યો છે. વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને ધમરોળવા આવીગયો છે. ઉત્તરથી લઈને સૌરાષ્ટ્ર સુધીના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે. ત્યારે ન માત્ર ડિસેમ્બર પરંતુ જાન્યુઆરીમાં પણ કમોસમી વરસાદનો માર સહન કરવા તૈયાર રહી જાઓ. કારણ કે, અંબાલાલ પટેલની આ આગાહી તમને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ ડરાવી દે તેવી છે.હજી તો ડિસેમ્બર મહિનો પૂરો નથી થયો અને અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિના માટે આગાહી કરી દીધી છે.

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે.

અંબાલાલ પટેલે ચેતવણી આપી કે, હાલ 26 થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. પરંતું 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમા વીજળી સાથે વરસાદની શક્યતા છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે આગાહી સાથે આ જિલ્લાના લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે, જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન રહેશે. જયારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com