ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે પરિપત્રો, આદેશો, ઠરાવો તમામ હુકમો અહીંથી પસાર થાય, ત્યારે ગુજરાતનું જમાદાર કહેવાય પણ સૌથી વધારે દારૂ જાે પકડાય તો gj-૧૮ ખાતે રેકોર્ડ બ્રેક પકડાય, છે અને દારૂ પીવા લોકો છેક રતનપુર બોર્ડર રાજસ્થાન ખાતે આવેલી છે, ત્યાં જાય છે, ત્યારે હવે રાજસ્થાનની બોર્ડર બાદ ગુજરાતના gj-૧૮ ની રતનપુર વાયા ગિફ્ટ સિટીમાં હવે છુટ્ટી, મજા કરો પીલે પીલે ઓ મોરે જાની, gj-૧૮ કી યે હે કહાની જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે સોશિયલ મીડિયામાં દરેકને ઘૂટ આપો, gj-૧૮ ખાતે ગિફ્ટ સિટીમાં મંજૂરી તો પછી સુરત ખાતે ખાતે બનેલ બુસ્ટ હીરામાં કેમ નહીં, અબજ રૂપિયાનો દારૂ ગુજરાતમાં દર વર્ષે પકડાય છે, અડધું કટીંગ પણ થઈ જાય છે, જાે દારૂની ઘુટ મળી જાય તો દવાના દુકાનો કરતા દારૂની દુકાનો વધી જાય, સરકારને અબજાે રૂપિયાની આવક થાય લોકોને રતનપુર-રાજસ્થાન બોર્ડર જતા રોકવા gj-૧૮ ની રતનપુર બોર્ડર વાયા ગિફ્ટ સિટી કર્યું , ત્યારે હવે બધે આપો મંજૂરી તેવું લોકો કહી રહ્યા છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. જાે કે તેમ છતાં રાજ્યભરમાંથી પોલીસ દ્વારા સમયાંતરે દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરવામાં આવતી હોય છે. દૈનિક ધોરણે આપણે પોલીસ દ્વારા દારૂનો જથ્થો અથવા બુટલેગરની ઘરપકડ અંગેના સમાચાર સાંભળતા હોઈએ છીએ. ત્યારે એવા આરોપ લાગે છે કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. પરંતુ, હવે રાજયમાં દારૂને લઈને રાજ્ય સરકારે એક મહત્ત્વનો ર્નિણય કર્યો છે. ગુજરાત રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગના જણાવ્યા મુજબ, ગાંધીનગરમાં આવેલ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (ય્ૈકં ઝ્રૈંઅ) એ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની ઓફિસ આવેલી છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેક્નોલોજિકલ એક્સપર્ટ તેમ જ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવાયો છે. આ ર્નિણય મુજબ, હવે ગિફ્ટ સિટીની એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ, રેસ્ટોરન્ટ અને કલબ સહિતના સ્થળો પર દારૂનું સેવન કરી શકાશે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી, અધિકારીઓ અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના થકી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબમાં લીકરનું સેવન કરી શકાશે. જાે કે, આ હોટેલ, રેસ્ટોરન્ટ, કલબ લીકરની બોટલોનું વેચાણ નહીં કરી શકે. પરંતુ, આ સ્થળો પર બેસીને દારૂ પી શકાશે.
————–
સરકારે જે ર્નિણય કર્યો છે, આવનારા સમયમાં અનેક જગ્યાએ આવી પરમીટો આપે તો નવાઈ નહીં, સુરત ખાતે ડાયમંડ બુર્સ ત્યાં પણ દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પ્રવાસન સ્થળ બન્યું છે ત્યારે ગુજરાત સરકારને આવનારા વર્ષોમાં અબજાેની આવક થશે આ આવક તો બરાબર છ,ે પણ લોકોના બીજા ટેક્સો છે, તેમાં ઓછો કરો અને આમાં કમાવો
———-
અહીં જાણો સરકારના આ ર્નિણયની નકારાત્મક અને સકારાત્મક અસરોપ.
નકારાત્મક અસર!
| હાલ રાજ્યમાં દારૂબંધીના કારણે ગુનાખોરી ઓછી છે.
| ગાંધીના ગુજરાતમાં દારૂને લોકો સ્વીકારશે નહીં.
| જાે એક સ્થળે છૂટછાટ આપવામાં આવશે તો બાકી જગ્યાએ અપેક્ષા
વધી શકે છે
| દારૂબંધીના લીધે ગુજરાતમાં અનુશાસન હતું, તે બગડી શકે છે
| મહિલા સુરક્ષા પર ઊભા થશે સવાલ
| સરળતાથી દારૂ મળશે તો યુવાઓ પણ ગેરમાર્ગે દોરાશે
સકારાત્મક અસર!
| સરકારની તિજાેરીમાં ટેક્સની આવકમાં વધારો થશે
| ઉદ્યોગોને થઇ શકે છે ફાયદો
| ટુરિઝમ પણ વધે તેવી શક્યતા
| ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ વધી શકે છે
| બહારથી આવતા લોકો માટે સુવિધા થશે
| બુટલેગર કલ્ચર પર લાગશે બ્રેક
| સરકારને આર્થિક ફાયદો થશે, કારણ કે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ બાદ દારુ સૌથી વધુ આવક રળી આપી શકે છે.
આ ર્નિણય બાદ સરકારને સવાલ
| દારૂની છૂટથી ઉદ્યોગોના વિકાસનો તર્ક ક્યાંથી લઇ આવ્યા?
| તો પછી આખા રાજ્યમાંથી દારૂબંધી હટાવાશે?
| એક બાજુ દારૂબંધી, બીજી તરફ આવી છૂટછાટ શા માટે?
| યુવાધન નશાના રવાડે ચઢશે તો જવાબદાર કોણ?
| સુરતનાં ડાયમંડ બુશ ખાતે પણ લોકો બહારથી આવે છે, ત્યાં પણ
છુટ કેમ નહીં?