ઉત્તર પ્રદેશના આગરાની ફેમિલી કોર્ટમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વહુને ગુટખા ખાવાની લતથી વાત એટલી વધી ગઈ કે છુટાછેડાની નોબત આવી ગઈ. પતિ સહિત ઘરના તમામ લોકો વહુને ગુટખા ન ખાવાની સલાહ આપતા રહ્યા, પણ તેણે કોઈની વાત માની નહીં. વહું ઘુંઘટમાં રહીને ગુટખા ખાતી હતી.તો વળી વહુએ પોતાના પતિ પર બીજી મહિલા સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે.
તેણે લેખિતમાં પોલીસને ફરિયાદ આપી છે. જેના પર પોલીસ એક્શન લેતા ફેમિલી કોર્ટમાં બોલાવ્યા હતા. જ્યાં બંને પક્ષ આમને-સામને આવી ગયા હતા.
આ દરમ્યાન વિવાદમાં એક નવી વાત ખુલીને સામે આવી. પતિએ પોતાની પત્ની પર ગુટખા ખાવાનો આરોપ લગાવ્યો હતો. પતિએ પત્નીને ગુટખા ન ખાવા માટે કેટલીય વાર સમજાવી, પણ ના પાછવા છતાં પણ પત્ની ઘુંઘટમાં છુપાઈને ગુટખા ખાતી હતી.
કંટાળેલા પતિનું કહેવું છે કે, તેની પત્ની સવારમાં ઉઠતાની સાથે જ ઘુંઘટમાં રહીને ગુટખા ખાઈને ઘરના કામ કરે છે અને જ્યાંને ત્યાં થૂંકે છે. પરિવારે આ બાબતને લઈને ઘણી વાર વિરોધ કર્યો, સમજાવી પણ તે માનવા તૈયાર જ નથી. કંટાળીને મેં પત્નીને છોડી દીધી. જેના પર હવે તે મારા પર ખોટા આરોપ લગાવી રહી છે.
આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના છત્તા વિસ્તારમાં રહેવાસી એક યુવતીના લગ્ન શાહગંજ વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. પણ સાસરિયામાં આવ્યા બાદ વહુ ગુટખા ખાઈ રહી હતી. ના પાડવા છતાં ઘુંઘટમાં રહીને ગુટખા ચાવતી હતી. જ્યાંને ત્યાં થુંકતી હતી. તેથી તે પકડાઈ ગઈ. પરિવારે સમજાવી તો પણ તે માની નહીં, તેથી વહુને પરિવારના લોકો સાથે ઝઘડા થવા લાગ્યા. બાદમાં કંટાળીને પતિએ પત્નીને છોડીને મુકી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો.
આ દરમ્યાન પત્નીએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા. તેનો દાવો છે કે, પતિ ગુજરાતમાં કામ કરે છે. તેને ગુજરાતમાં બીજી છોકરી સાથે સંબંધ છે. પતિના મોબાઈલમાંથી કેટલીય છોકરીઓના નંબર નીકળ્યા છે. તેની સાથે તે વાતો પણ કરે છે. એટલું જ નહીં બાળક ન થતાં પરિવારના લોકો તેની સાથે મારપીટ કરે છે. તેઓ જેવાને તેવા આરોપ લગાવીને મને ઘરમાંથી કાઈ મુકી.
આ બાજૂ સમગ્ર મામલો પરિવાર પરામર્શ કેન્દ્રના કાઉંસિલર ડોક્ટર અમિત ગૌડે જણાવ્યું કે, એક પરિવારની મહિલાના ગુટખા ખાવાની આદતે લગ્ન તૂટવાની અણી પર છે. પતિ ઈચ્છે છે કે, પત્ની ગુટખા ખાવાનું છોડી દે, પણ પત્ની ગુટખા ખાવાનું છોડતી નથી. હાલમાં કાઉંસિલરે સમજાવ્યા બાદ પણ કોઈ પરિણામ આવ્યું નથી. આ દંપતિને આગળની તારીખે હાજર રહેવા માટે કહ્યું છે.