ગાંધીનગરના જામનગરપુરા ગામની સીમમાં આવેલા ભીંડાનાં ખેતરમાં સ્થાનિક બુટલેગર વિદેશી દારૂનો જથ્થો સંતાડી છૂટક વેચાણ કરતો હોવાની બાતમીના પગલે એલસીબી ખેતરમાં ત્રાટકીને 80 હજારની કિંમતનો વિદેશી દારૃ અને બિયરનો જથ્થો જપ્ત કરી વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડીબી વાળાની ટીમને બાતમી મળી હતી કે, ભોંયણ રાઠોડનાં જામનગરપુરા ખાતે રહેતો ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલ ગામની સીમમાં આવેલ નટવરભાઇ ભગવાનભાઈ પટેલના બોરકુવા નજીક પોતાના કબ્જા ભોગવટા વાળા ભીંડાના વાવેતર વાળા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતો હોય છે.
જે અન્વયે પોલીસે બાતમી વાળા ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. એ વખતે બુટલેગર ઘનશ્યામ હાજર મળી આવ્યો ન હતો. બાદમાં પોલીસે મળેલી બાતમીના આધારે ખેતરમાં સર્ચ કરતાં ખેતરમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો – બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા 264 નંગ દારૃની બોટલો તેમજ 24 નંગ બિયરના ટીન હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરને લઈને જિલ્લા પોલીસ વડાએ તાબાનાં અધિકારીઓને પોત પોતાના પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂની પ્રવર્તીઓ પર ધોશ બોલાવી દેવાની કડક સૂચનાઓ આપવામાં આવેલી છે. છતાં બુટલેગર ઘનશ્યામ સ્થાનિક પોલીસની આંખમાં ધૂળ નાખીને બિન્દાસ દારૃનું વેચાણ કરતો હતો. જેની બાતમી મળતા જ એલસીબીએ ત્રાટકીને દારૂનો વેપલો બંધ કરાવી દઈ પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.