મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત સંસદ સભ્યો અને ધારાસભ્યો વિવિધ આઇકોનિક સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોમાં સહભાગી થયા
મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન ગાંધી આશ્રમ ખાતે યોજાયેલા સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
108 જેટલી જગ્યાઓએ સામૂહિક સૂર્ય નમસ્કારના વર્લ્ડ રેકોર્ડમાં શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી
અમદાવાદ
વર્ષ 2024ની પ્રથમ સવારે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં એકસાથે સામૂહિક ‘સૂર્ય નમસ્કાર’ થકી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં અમદાવાદ પણ સહભાગી બન્યું હતું. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, ગુજરાત વિદ્યાપીઠ, વિક્ટોરિયા ગાર્ડન, લકુલિશ યોગ યુનિવર્સિટી, સોલા વિદ્યાપીઠ, સાયન્સ સીટી, નિર્માણ યુનિવર્સિટી, પરિમલ ગાર્ડન, ગુજરાત યુનિવર્સિટી, પ્રહલાદ નગર ગાર્ડન, ગાંધી આશ્રમ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, કોચરબ આશ્રમ અને કાંકરિયા તળાવ સહિત કુલ 15 આઇકોનિક સ્થળોએ શહેરીજનોએ મોટી સંખ્યામાં સૂર્યનમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડ કરવાના આયોજનમાં લોકભાગીદારી નોંધાવી હતી. જેમાં દરેક આઇકોનિક સ્થળે અંદાજીત 100થી વધુ લોકો સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.શહેરીજનોની સાથે રાજયકક્ષા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત અમદાવાદના સંસદ સભ્યો તથા ધારાસભ્યો પણ વિવિધ સ્થળોએ સૂર્યનમસ્કાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજયકક્ષા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેરના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ લકુલિશ યોગ યુનિવર્સિટી ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન ગાંધી આશ્રમ ખાતે યોજાયેલા સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.સંસદ સભ્ય કિરીટભાઈ સોલંકી અને ડો.હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી દિનેશ સિંહ કુશવાહ, કૌશિકભાઈ જૈન, જીતેન્દ્રભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, અમિતભાઈ ઠાકર, કંચનબેન રાદડિયા, બાબુસિંહ જાદવ તથા અમુલભાઈ ભટ્ટ વિવિધ સ્થળો યોજાયેલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.