વર્ષ 2023માં જીએસટી કલેક્શનની લગભગ 19.63 લાખ કરોડ રૂપિયાની કમાણી : “ડીસેમ્બર ૨૦૨૩ માં ગુજરાતને જીએસટી ની ૫૦૭૯ કરોડની આવક”

Spread the love

નવી દિલ્હી

વર્ષ 2023માં સરકારને મોટી આવક થઈ છે. સરકારને જીએસટીથી રેકોર્ડબ્રેક કમાણી થઈ છે. ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો આ 8મી વખત છે, જ્યારે જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડથી વધારે થયુ છે. ત્યારે સમગ્ર વર્ષના કુલ કલેકશનની વાત કરીએ તો સરકારી તિજોરીમાં લગભગ 19.63 લાખ કરોડ રૂપિયા આવી ચૂક્યા છે. જો વાત હાલના નાણાકીય વર્ષની કરીએ તો લગભગ 15 લાખ કરોડનું કલેક્શન જોવા મળ્યુ છે.જ્યારે ગયા નાણાકીય વર્ષમાં સમાન સમયગાળામાં આ કલેક્શન 13.40 લાખ કરોડ રૂપિયા થયુ હતું.ડિસેમ્બરમાં કેટલુ થયુ કલેક્શન ?

ડિસેમ્બર 2023માં ગ્રોસ જીએસટી રેવેન્યુ 1,64,882 કરોડ રૂપિયા જોવા મળી છે, જેમાં સીજીએસટી 30,443 કરોડ રૂપિયા, એસજીએસટી 37,935 કરોડ રૂપિયા, આઈજીએસટી 84,255 કરોડ રૂપિયા છે. સેસ 12,249 કરોડ રૂપિયા સામેલ છે. નાણા મંત્રાલયે કહ્યું કે આ વર્ષમાં 8મી વખત અને નાણાકીય વર્ષનો સાતમો મહિનો છે, જ્યારે કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાથી વધારે છે.

રાજ્યોને કેટલી થઈ કમાણી?

જો રાજ્યોની વાત કરીએ તો ચંદીગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જીએસટી કલેક્શન ડિસેમ્બરના મહિનામાં ગયા વર્ષના સમાન સમયગાળામાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં જીએસટી કલેક્શનમાં 67 ટકાનો વધારો જોવા મળ્યો છે. લદ્દાખમાં આ વધારે 127 ટકાનો જોવા મળ્યો છે. લક્ષ્‍યદ્વીપમાં આ વધારો 300 ટકાથી વધારેનો થયો છે, ત્યારે મહારાષ્ટ્રમાં જીએસટી કલેક્શન સૌથી વધારે 26,814 કરોડ રૂપિયા થયું છે, જે સૌથી વધારે છે. ત્યારબાદ કર્ણાટકનો નંબર આવે છે, જ્યાં 11,759 કરોડ રૂપિયાનું કલેક્શન થયુ છે. આ બંને સિવાય કોઈ પણ રાજ્યમાં જીએસટી કલેક્શન 10 હજાર કરોડ રૂપિયાથી વધારેનું થયું નથી.

“ડીસેમ્બર ૨૦૨૩ માં ગુજરાતને જીએસટી ની ૫૦૭૯ કરોડની આવક”

ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે ડીસેમ્બર-૨૦૨૩ દરમ્યાન ₹ ૫,૦૭૯ કરોડની આવક થયેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ ની શરૂઆતથીજ રાજ્યની સરેરાશ જીએસટી આવક ₹ ૫૦૦૦ કરોડને પાર રહેલ છે.નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રથમ ૯ માસમાં રાજ્યને એસજીએસટી અને આઈજીએસટી સેટલમેન્ટ થકી કુલ ₹ ૪૬,૬૨૨ કરોડની આવક થયેલ છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં ₹ ૬,૦૪૦ કરોડ (૧૫%) વધુ છે.ડીસેમ્બર-૨૦૨૩ દરમ્યાન રાજ્યને વેટ હેઠળ ₹ ૨,૭૯૦ કરોડની આવક થયેલ છે.આમ, રાજ્યને ડીસેમ્બર-૨૦૨૩ ના માસ દરમ્યાન જીએસટી અને વેટ હેઠળ કુલ ₹ ૭,૮૬૯ કરોડની આવક થયેલ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ડીસેમ્બર માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ ₹ ૮૦,૮૩૮ કરોડની આવક થયેલ છે, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંકના ૭૬% છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com