પીએમ મોદી તા.9 જાન્યુઆરીનાં રોજ ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શો નાં કાર્યક્રમમાં હાજરી આપશે, 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે

Spread the love

વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી તા.9 જાન્યુઆરીનાં રોજ ગ્લોબલ ટ્રેડ શો નાં કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શો ને ખુલ્લો મુકશે. તા. 9 જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામા આવ્યુ છે.તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. તેના ભાગરુપે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળસંપતિ મંત્રી કુંવરજી બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂ. 20707કરોડના 30 સમજુતી કરાર કરી એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38 હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. પીએમ મોદીની વિઝિટને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરુ થઈ ગયુ છે.

આજે સમજૂતી કરાર થયા તેમાં મુખ્યત્વે મિનરલ્સ બેઇઝ્ડ પ્રોજેક્ટ, શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ-કોમર્શીયલ બિલ્ડીંગ, ટાઉનશિપ, કેમિકલ્સ-પેટ્રોકેમિકલ, ફાર્મા, જ્વેલેરી ઉત્પાદન, ગ્રીન-સોલાર એનર્જી, ટેકસટાઇલ અને એપરલ પાર્ક, એન્જિનિયરિંગ, ઓટો, એનિમલ હેલ્થકેર, ઇથેનોલ ઉત્પાદન, ઔદ્યોગિક પાર્ક, વોટર સપ્લાય અને સ્કીલ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ એમઓયુ સાઈનિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્યસચિવએસ. જે. હૈદર સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com