દેશમાં ડોકટરો ધ્વારા એવુ મંતવ્ય આપી રહ્યા છે કે, એકવાર કોરોના થયા બાદ બીજીવાર કોરોના થતો નથી, હા, પણ બીજી રીતે એટ્લે કે, નવા સીમાંકન રૂપે આરોગ પ્રસરે તેવું કહી રહ્યા છે, ત્યારે કોરોના વાયરસના ચેપના કેસો 56 લાખને પાર કરી ગયા છે. કોરોના રોગમાં 90 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ અઠવાડિયે 1 લાખ થઈ જશે, ગંભીર બાબત એ છે કે જેમને એક વખત કોરોના રોગ થયો છે તેને બીજી વખત ન થવો જોઈએ એવું વિજ્ઞાન માને છે પણ સાજા થયેલા અનેક લોકોને બીજી વખત કોરોના થઈ રહ્યો છે.
મુંબઈમાં નાયર હોસ્પિટલમાં ચાર આરોગ્ય કર્મચારીઓ કે જેઓ કોરોનાથી સાજા થયા છે, તેઓને ફરીથી કોરાના વાયરસનો ચેપ લાગ્યો છે. મેડિકલ જર્નલ ‘ધ લોસ્ટ’નું પ્રકાશિત એક સંશોધન મુજબ, વધુ ગંભીર હાલતમાં પણ તેને આ સમયે કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. નાયર અને હિન્દુજા એક હોસ્પિટલ સાથે મળીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ અને ઇન્ટેગ્રેટીવ બાયોલોજી અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર જિનેટિક એન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજી, દિલ્હી સાથે સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધનને અંતે 8 જીનોમમાં ૩9 પરિવર્તન મળ્યાં છે. કોરોના વાયરસનો ચેપ સૌ પ્રથમ હળવો, રોગનિવારક હોય છે. પરંતુ જ્યારે આ બીજી વખત થાય છે, ત્યારે સ્થિતિ વધુ ખરાબ થાય છે. ચારેય આરોગ્ય કર્મચારીઓમાં પણ આવું જ બન્યું. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.