ગ્લોબલ ટ્રેડ શો માં પણ અયોધ્યા છવાયુ,AMCના સ્ટોલમાં સ્માર્ટ સિટ અને રિવરફ્રન્ટના પ્રોજેક્ટ પણ કેન્દ્રસ્થાને

Spread the love

ગ્લોબલ ટ્રેડ શો માં પણ અયોધ્યા છવાયુ છે. ઈન્ડિયન રેલવેએ અયોધ્યા ધામ જંકશન થીમ પર સ્ટોલ તૈયાર કર્યો છે. અયોધ્યા ધામ જંકશન જેવી આબેહુબ રેપ્લિકા મુકાઈ છે. આ સ્ટોલમાં વંદે ભારત, રાજધાની એક્સપ્રેસના મોડ્યુલ મુકાયા છે. ઈન્ડિયન રેલવેના અત્યાધુનિક પ્રોજેક્ટ પણ દર્શાવવામાં આવ્યા છે.

જેમા અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે. AMCના સ્ટોલમાં સ્માર્ટ સિટ અને રિવરફ્રન્ટના પ્રોજેક્ટ પણ કેન્દ્રસ્થાને છે.

AMCના સ્ટોલમાં સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ, સ્માર્ટ પાર્કિંગ, અત્યાધુનિક ફાયર સર્વિસના પ્રોજેક્ટ મોડલ પણ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. તો ઓક્સિજન પાર્કસ વૉટર વર્ક્સ, વેસ્ટ ટુ એનર્જી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાનના પ્રોજેક્ટ મોડલ પણ રાખવામાં આવ્યા છે.

આ ગ્લોબલ ટ્રેડ શોમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સ્ટોલ રાખવામાં આવ્યો છે. મુંબઈથી અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર 508 કિલોમીટરમાં ફેલાયેલો છે જે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.

બુલેટ ટ્રેન જ નહીં પરંતુ ભારતીય રેલવેની પણ રફતાર વધી રહી છે. ભારતીય રેલવે પણ પોતાને આધુનિક બનાવી રહી છે.જેની ઝલક પણ આપને ટ્રેડ શોમાં જોવા મળશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડ (NHSRCL) દ્વારા પ્રોજેક્ટની તમામ બાબતો પ્રદર્શનમાં દર્શાવવામાં આવી છે. હાઈસ્પીડ રેલનો અનુભવ કેવો રહેશે તે અંગેનો પણ લાઈવ ડેમો આપવામાં આવ્યો છે.

ગાંધીનગર પાસે બનેલ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી એટલે ગિફ્ટ સિટી. અહી તમને ગિફ્ટ સિટીની પણ રેપ્લિકા જોવા મળશે.

ગાંધીનગર પાસે 886 એકરમાં ફેલાયેલ ગિફ્ટ સિટીમાં 7 ટાવર કાર્યરત છે. ગિફ્ટ સિટીમાં નેશનલ તેમજ ઈન્ટરનેશનલ બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે.

ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. આ સમગ્ર સંકુલમાં ક્યાંય બાઉન્ડ્રી વોલ રખાઈ નથી, જેની સંપૂર્ણ વિગતો અહીં ટ્રેડ શોમાં પ્રદર્શનીમાં રાખવામાં આવી છે.

આ ટ્રેડ શોમાં 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ જ્યારે 12 અને 13 જાન્યુઆરીએ જાહેર જનતા મુલાકાત લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com