આપણે ત્યાં લગ્નમાં નિભાવવામાં આવતી દરેક રસમને સમાજમાં મોટું મહત્વ આપવામાં આવે છે. જેમાંથી એક રસમ એટલે સુહાગરાતે કરવામાં આવે છે. ફિલ્મ અને ટીવી નાટકોમાં સુરાગ રાતને જે રોમેન્ટિક બતાવવામાં આવી છે. હકીકતમાં આવું કંઈ હોતું નથી. પરંતુ રિયલ લાઈફમાં કપલ આ રાત્રે વાત કરતા-કરતાં અને એકબીજા વિશે જાણવાનો પ્રયાસ કરે છે. આખી દુનિયામાં આપણે લગ્ન સાથે જોડાયેલ અનેક રીત-રિવાજો વિશે સાંભળ્યું હશે.
જેમાં દરેક રિવાજનું એક અનોખું મહત્વ હોય છે. તેની સાથે જ આ પરંપરાની પાછળ કોઈને કોઈ કહાની પણ જોડાયેલી હોય છે. આજે અમે તમને આવા જ એક રિવાજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને વાંચીને તમે હક્કા-બક્કા રહી જશો. આ રિવાજ અત્યંત અનોખો છે. કેમ કે અહીંયા દુલ્હનની માતા પોતાના પુત્રી અને જમાઈની સાથે રહે છે અને સૂઈ જાય છે.
આફ્રિકાના કેટલાંક વિસ્તારોમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ માન્યતા પ્રમાણે વરરાજા-નવવધૂની સાથે છોકરીની માતા રહે છે. અને તેમના રૂમમાં સૂવે છે. તેમની સાથે મા ન હોય તો ઘરની કોઈ વૃદ્ધ મહિલા આખી રાત સાથે રહે છે. અહીંયાના લોકોનું એવું માનવું છે કે આ મહિલા કે છોકરીના માતા વરરાજા-નવવધૂને લગ્નના ખુશહાલ જીવન વિશે માહિતી આપે છે. અને તે તમામ વસ્તુ સમજાવે છે. તેની સાથે તે રાત્રે તેમણે શું કરવું તે પણ જણાવે છે.
સુહાગ રાતના બીજા દિવસે કપલના રૂમમાં રહેલી માતા કે મહિલા ઘરના લોકોને તે રાત્રે શું થયું તેની માહિતી આપે છે. અહીંયા આ રિવાજને શરમથી નહીં પરંતુ પરંપરા સાથે જોડવામાં આવ્યો છે. જેને આજે પણ નિભાવવામાં આવે છે.