22 જાન્યુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાવા જઇ રહ્યો છે. કારણ કે આ દિવસે અયોધ્યામા ભગવાન શ્રી રામજી તેંમના નૂતન મંદીરમાં બિરાજમાન થશે અને તેમની દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે.
રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવાની કોંગ્રેસે ના પાડી દીધા હાલ કોંગ્રેસ હાસ્યનો મુદ્દો બની રહી છે. વધુમાં આ મામલે અનેક નિવેદન સામે આવી ચુક્યા છે. ત્યારે સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે કોંગ્રેસે આ જરા પણ સારું કર્યું નથી. કોંગ્રેસે મોટી રાજકીય ભૂલ કરી’ છે. કોંગ્રેસે ભગવાન રામના આમંત્રણને નકારવું જોઈએ નહીં,
રામભદ્રાચાર્યના જણાવાયા અનુસાર કોંગ્રેસે મોટી રાજકીય ભૂલ કરી છે. તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું કે કોંગ્રેસને તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં જે પરિણામ મળ્યું છે, તે જ પરિણામ 2024માં લોકસભા ચૂંટણીમાં આવશે. ચૂંટણીમા પરિણામ ભોગવવું પડશે. તેવો પણ દાવો કર્યો હતો.
કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ અને આરએસએસ તેમના ચૂંટણી લાભ માટે અધૂરા રામ મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. તેઓના જણાવાયા અનુઆર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતા સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. નોંધનિય છે કે ઉત્તરમનય જ્યોતિષપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે રામ મંદિર કાર્યક્રમને લઈને કહ્યું હતું કે અર્ધ પૂર્ણ થઈ ગયેલા મંદિરમાં ભગવાનની સ્થાપના કરવી યોગ્ય નથી.