B+ બ્લડ ગ્રુપ ધરાવતા પોલીસકર્મીઓ કામ છોડી હોસ્પિટલ પહોંચી ગયા, અને 15 વર્ષીય દીકરીનો જીવ બચી ગયો..

Spread the love

પોલીસને મોટેભાગે તેની કડકાઈ માટે ઓળખવામાં આવે છે પણ સુરત પોલીસે માનવતાનું એવું ઉદાહરણ પૂરું પડ્યું છે જેના કારણે ખાખીને સલામ કરવાની ઈચ્છા થશે.રાંદેર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

15 વર્ષની બાળકીનો લોહી વગર જીવ જોખમમાં મુકાતા પોલીસકર્મીઓએ દેવદૂત બની તેનો જીવ બચાવ્યો હતો. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ લખાવી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો જેમાં 15 વર્ષીય દીકરીને તાત્કાલિક લોહીની જરૂર હોવાનું કહી મદદ માંગવામાં આવી હતી. આ વાત રાંદેર પોલીસ સમક્ષ થઇ હોવાથી પોલીસે તુરંત પોતાના ગ્રુપમાં B+ Fresh Donor (SDP)ની જરૂર હોવાનો મેસેજ મુક્યો હતો. બાળકીનો જીવ જોખમમાં હોવાથી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ કીરીટસિંહ રામસિંહ રાઠોડ અને વિપુલ સાંભાભાઇ કામ પડતું મૂકી સીધા બ્લડ બેન્ક પહોંચી ગયા હતા.

પોલીસકર્મીઓએ સમયસર બાળકી માટે રક્ત તથા સેલ ડોનેટ કરી તેનો જીવ બચાવી લીધો હતો. રાંદેર પોલીસ સ્ટાફ ઉત્તરાયણ બંદોબસ્તમાં વ્યસ્ત હતો ત્યારે આ મેસેજ મળતા તુરંત B+ બ્લડ ગ્રુપ ધરાવતા પોલીસકર્મીઓ કામ છોડી કિરણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com