લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. સમગ્ર મામલો કોર્ટ ચડયો હતો. જેમાં આજે લોકગાયિકા કિંજલ દવેને ગીત અને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.કિંજલ દવેએ કોર્ટમાં માફી માંગી હતી પણ કોર્ટે માફી ન સ્વીકારતા 7 દિવસમાં 1 લાખ દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે.
- ચાર બંગળી વાળી ગાડી લઇ દઉં જ શબ્દ
- ઓરીજીનલને ઔડી ગાડીમાં ગીતને ફિલ્મમાવામાં આવ્યું છે
- ગીતની શરુઆત ગાડીમાં ગુજરાતી ફોક સંગીતથી થાય છે
- ઓરિજનલ ગીતમાં થોડા સમય પછી ગાડીમાં અચાનક બ્રેક લાગે છે
- ઓરીજીનલ ગીત રૂઠેલી ગર્લ ફ્રેન્ડને મનવવા બનાવવામાં આવ્યું છે
- આ ગીત ગર્લ ફ્રેન્ડને મનાવવામાં 40 વિધા જમીન લઇ દેવાની વાત છે
- ઓરીજીનલમાં છેલ્લે ગર્લ ફેન્ડ છેલ્લે માની જાય છે
- ઓરીજિનલમાં ગીત ઓસ્ટ્રલિયાના રોડ પર ફિલ્માવાયું છે
- ઓરિજિનલમાં પંરપરાગત સંગીતનો ઉપયોગ થયો છે
- ગીતના શબ્દો મૌલીક અને પરંપરાગત છે
- ઓરીજીનલમાં ઓસ્ટ્રલિયામાં પરપરાગત ગુજરાતી કલ્ચર પણ આવે છે
કિંજલનું ‘કોપી’ ગીત
- ચાર બંગળી વાળી ગાડી લઇ દઉ જ શબ્દનો બેઠ્ઠો પ્રયોગ
- કોપી ગીતને પણ ઔડી ગાડી પર ફિલ્મામાં આવ્યું છે
- કોપી ગીતની શરુઆત પણ ગુજરાતી ફોક સંગીતથી થાય છે
- કોપી ગીતમાં પણ ઓરીજીનલની જેમ થોડા સમય પછી ગાડીમાં બ્રેક લાગે છે
- કોપી ગીતમાં ગર્લ ફેન્ડને બદલે બહેન નાના રિસાયેલા ભાઇના સબંધ બતાવાયા છે
- કોપી ગીતમાં ભાઇ માટે ગામડામાં જમીન અને બંગલો બનાવવાની વાત છે
- કોપી ગીતમાં નાનો ભાઇ પણ છેલ્લે માની જાય છે
- કોપી ગીત અમદાવાદના રિંગ રોડ પર ફિલ્માવાયું છે
- કોપીમાં ઓરીજીનલ ગીતના સરખા જ સંગીતનો ઉપયોગ થયો છે
- ગીતના શબ્દો મોટા ભાગના સરખા છે, પ્રાસ બદલીને સરખા જ મુકવામાં આવ્યા છે
- કોપી ગીતમાં પરંપરાગત લગ્ન જેવો માહોલ બતાવાયો છે
- ગીતની ચોરી પકડાઇ ગઇ!
ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય.
કાર્તિક પટેલે તેના વકીલ મારફતે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ ગીત ગાવા પર મનાઈ ફરમાવી હતી. જેની સામે કિંજલ દવેએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અને ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેની અરજી ગ્રાહ્ય રાખી છે. ગુજરાત હાઈકોર્ટે 2019માં કિંજલ દવેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો કિંજલ દવે જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ ગીત ગાવાની છુટ્ટી આપી હતી.